દિલ્હીને મેટ્રોને ટક્કર આપી ન્યુયોર્કના મેટ્રોએ, વાઈરલ વીડિયો જોશો માથું ચકરાઈ જશે…
આપણે સોશિયલ મીડિયા પર અવારનવાર દિલ્હી મેટ્રોના એવા ઉટપટાંગ વીડિયો વાઈરલ થતાં જોઈએ છીએ કે માથું ચકરાઈ જાય છે. પરંતુ આજે ફોર એ ચેન્જ દિલ્હી નહીં પણ આપણે ન્યુયોર્ક સિટીની મેટ્રો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. દિલ્હીની મેટ્રોને પણ ટક્કર મારે એવો ન્યુયોર્ક સિટીનું વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે મેટ્રોના કોચમાં એક પ્રવાસીએ ઝૂલો તૈયાર કર્યો છે. મેટ્રોના કોચમાં રહેલાં બે સળિયા સાથે ચાદર બાંધીને જાણે મેટ્રોમાં જ બીચ પર વેકેશનનો આનંદ માણતો જોવા મળ્યો હતો. સહપ્રવાસીઓ આ પ્રવાસીની હરકત જોઈને દંગ રહી ગયા હતા અને લોકોએ તો આ ઘટનાનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું હતું. એનાથી પણ આગળ વધીને આ પ્રવાસીએ તો આ ઝૂલામાં ઊંઘવાનું શરૂ કરી દીધું હતું અને તે એ રીતે ઊંઘતો હતો કે જાણે ઘરમાં ઊંઘી રહ્યો હોય. મજાની વાત તો એ છે કે આ વ્યક્તિને આવું કરતાં કોઈએ રોક્યા પણ નહીં.
આ વીડિયો ન્યુયોર્ક ઓનલી નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે અને આ વીડિયો તૂફાન વાઈરલ થઈ રહ્યો છે. નેટિઝન્સ આ વીડિયોને જોઈને મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે આ વીડિયો પર કમેન્ટ કરતાં લખ્યું હતું કે સૌથી મહત્ત્વની વાત તો એ છે કે એ કોઈને હેરાન નથી કરી રહ્યો. બસ, પોતાના કામથી કામ રાખી રહ્યો છે. જ્યારે બીજા એક યુઝરે લખ્યું હતું કે કદાચ એ વિચારી રહ્યો હોય કે પ્રવાસ દરમિયાન ઊંઘવાનો એક સેફ રસ્તો છે, કારણ કે પછી ઉંદર એને પરેશાન તો નહીં કરી શકે…
છે ને દિલ્હીની મેટ્રોને પણ પાછળ મૂકી દે એવો વીડિયો. તમે પણ આ વાઈરલ વીડિયો ના જોયો હોય તો જોઈ લો…