ટીમ ઈન્ડિયાના સ્ટાર પ્લેયર શુભમન ગિલે ભલે પોતાના શાનદાન પર્ફોર્મન્સ ન આપ્યું હોય અને આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ રહેલી શ્રીલંકા અને ઈન્ડિયાની મેચ ભલે તે સદી પણ ચૂકી ગયો હોય, પરંતુ તેમ છતાં તેણે આજે એક એવો વિક્રમ પોતાને નામે કરી દીધો હતો કે જેને કારણે પાકિસ્તાની ટીમના કેપ્ટન બાબર, ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીને પણ પાછળ મૂકી દીધા હતા.
આવો જોઈએ શું છે આ રેકોર્ડ- આ મેચ દરમિયાન જેવી હાફ સેન્ચ્યુરી ફટકારી અને તેણે વિરાટ, બાબર બધાથી જ આગળ નીકળી ગયો હતો. ગિલના નામે આ વર્ષે વનડેમાં સૌથી વધુ વખત 50 રનથી વધુ સ્કોર કરનાર ખેલાડી બની ગયો છે. શુભમન ગિલે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ અને રોહિત શર્મા, વિરાટ કોહલીને પાછળ છોડી દીધા હતા.
2023માં ગિલના નામે વનડે ઈન્ટરનેશનલ-2023માં 12 વખત 50થી વધુ રન ફટકારવાનો રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે. ગિલ બાદ શ્રીલંકાના ખેલાડી પાથુમ નિસાંકાનું નામ આવે છે. નિસાંકાએ 11 વખત 50થી વધુ રન કર્યા છે. પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમ પણ એક વર્ષમાં 11 વખત 50 પ્લસ સ્કોર કર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માની બરાબરી કરી હતી, જેણે એક વર્ષમાં 10 વખત 50 પ્લસ સ્કોર કર્યો હતો. ગિલ આજની મેચમાં ભલે સદી ચૂકી ગયો હોય પણ તેના નામે આ અનોખો રેકોર્ડ નોંધાઈ ચૂક્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને