સ્પેશિયલ ફિચર્સ

આમરણાંત અનશનની શરીર પર શું અસર પડે? કેટલી ભૂખ-તરસ સહન કરી શકે આપણું શરીર?

કોઇ વ્યક્તિ આખરે કેટલી હદ સુધી ભૂખ સહન કરી શકે? કોઇ આમરણાંત અનશન પર બેસે અને અન્ન સહિત જળત્યાગ પણ કરી દીધો હોય એવા સંજોગોમાં ક્યાં સુધી તે વ્યક્તિ જીવંત રહેશે? આ સવાલોનો જવાબ મેળવવા વૈજ્ઞાનિકો ઘણા વર્ષોથી સંશોધન કરી રહ્યા છે.

મરાઠા અનામતના મુદ્દે સરકાર સામે જંગે ચડેલા મનોજ જરાંગે પાટિલે અન્નજળનો ત્યાગ કરી દીધો છે અને આમરણાંત અનશન પર બેઠા છે. આ સંજોગોમાં જો તેમને કંઇ થયું તો આખું મહારાષ્ટ્ર સળગવા લાગે તેવી દહેશત ઉભી થઇ છે. રિસર્ચ મુજબ માણસનું શરીર અમુક દિવસો સુધી અન્ન વગર રહી શકે પરંતુ પાણી વગર સર્વાઇવલ વધુ મુશ્કેલ છે. કોઇ વ્યક્તિ ગરમ વાતાવરણમાં ક્યાંક અટવાયેલું હોય અથવા સખત ગરમીમાં કોઇ કસરત કરી રહ્યું હોય તો ગણતરીના કલાકોમાં તે પાણીના અભાવે મોતને ભેટી શકે છે.

યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના બાયોલોજીસ્ટ રેન્ડલ પેકરે એક સંશોધન કર્યું છે જે મુજબ અત્યંત ગરમ વાતાવરણમાં એક વયસ્કના શરીરમાંથી 1થી દોઢ લિટર જેટલું પાણી પરસેવા તરીકે નીકળી જાય છે. એ પછી જો શરીરને પાણીનો પુરવઠો ન મળે તો ડિહાઇડ્રેશનનો પહેલો તબક્કો શરૂ થાય છે. પાણીની ઉણપ ભરવા માટે શરીર ઝડપથી ઓક્સિજન પંપ કરે છે જેમાં શરીરનું 2 ટકા જેટલું વજન ઉતરે છે. આ પછી પણ પાણીનો પુરવઠો ન મળે ત્યારે ડિહાઇડ્રેશન બીજા તબક્કામાં પહોંચે છે, થાક અને માથાનો દુખાવો શરૂ થાય છે. ફોકસ કરવામાં તકલીફ પડે છે, કિડનીથી બ્લેડર સુધી પાણી પહોંચતું નથી જેને કારણે યુરિનનો રંગ ઘેરો થવા લાગે છે. પરસેવો ઓછો થાય છે, શરીરનું તાપમાન વધી જાય છે. ઓક્સિજન લેવલ જાળવી રાખવા માટે હૃદય વધુ તેજીથી કામ કરવા લાગે છે એટલે હૃદય પર શ્રમ પડે છે. બ્લડપ્રેશર ડ્રોપ થાય છે અને ચક્કર આવે છે. ત્રીજા સ્ટેજમાં હૃદય લોહી પહોંચાડવાનું કામ ઓછું કરી દે છે, જે મલ્ટીપલ ઓર્ગન ફેઇલ્યરમાં પરિણમી શકે છે.

આ બધા તબક્કાઓ વચ્ચે જો વ્યક્તિને તરત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેનો જીવ બચી તો શકે પરંતુ રિકવરીમાં 3 દિવસ અથવા તેનાથી વધુ સમય લાગી શકે છે. સૌથી વધુ દિવસ પાણી વગર રહેવાનો રેકોર્ડ એક એન્ડ્રિયા નામના 18 વર્ષના કિશોરના નામે છે.

પાણીની જેમ ભૂખ હડતાળ પણ ઘાતક છે. જો સ્ટ્રાઇક લાંબી ખેંચાય તો રિફીડિંગ સિન્ડ્રોમનો પણ વ્યક્તિ શિકાર થવા લાગે છે જેમાં હડતાળ તોડ્યા બાદ એકસાથે ઘણુબધુ ખાઇ લેવાથી હૃદય અને નર્વસ સિસ્ટમ પર અસર પડે છે. શરીરના ઇલેક્ટ્રોલાઇટ્સમાં ઉતાર-ચડાવ આવવાને પગલે ઘણું નુકસાન સર્જાઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button