મનોરંજનસ્પેશિયલ ફિચર્સ

હીરા ઠાકુરની પત્નીનો થયો પુનર્જન્મ? વીડિયો જોઈ નેટિઝન્સ દંગ…

એવું કહેવાય છે આઠ અબજ કરતાં વધુની વસતી ધરાવતી આ દુનિયામાં આપણા જેવો જ ચહેરો-મહોરો ધરાવતા સાત લોકો હોય છે. જોકે, આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એ તો રામ જાણે પણ આપણને ઘણી વખત એવા લોકોને જોઈએ છીએ કે મળીએ છીએ કે જેમનો ચહેરો કોઈને કોઈ સાથે મળતો જ હોય છે.

આવો જ અનુભવ નેટિઝન્સને સોશિયલ મીડિયા પર વાઈરલ એક વીડિયોને જોઈને થયો હતો. સોશિયલ મીડિયા પર વાઈરલ વીડિયોમાં દેખાતી આ યુવતી બિગ બીની રીલ લાઈફ વાઈફ એક્ટ્રેસ સૌંદર્યા જેવી દેખાય છે. સૌંદર્યાએ ખૂબ જ નાની વયમાં આ દુનિયાને અલવિદા કહ્યું હતું. યુવતીના આ વીડિયોને જોઈને નેટિઝન્સ દંગ રહી ગયા છે અને તેના વીડિયોને લાખોમાં વ્યુઝ આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આખો મામલો-

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર ચિત્રા જી 2 નામના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો હતો, અને વીડિયોમાં દેખાઈ રહેલી યુવતી આબેદૂબ સૌંદર્યા જેવી જ દેખાય છે. એ જ ચહેરો, એ જ સ્માઈલ અને એ જ આંખો… સૌંદર્યા જેવી દેખાતી આ યુવતીનો વીડિયો જોઈને પહેલી નજરમાં તો કોઈ પણ ગૂંચવાઈ જ જશે. આ વીડિયો પર નેટિઝન્સ ભરભરીને કમેન્ટ કરી રહ્યા છે અને અત્યાર સુધીમાં આ વીડિયોને લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે.

આ વીડિયો પર નેટિઝન્સ પર ભરભરીને કમેન્ટ કરી રહ્યા છે એક યુઝરે કમેન્ટ કરતાં લખ્યું છે કે હું સૌંદર્યાનો ખૂબ મોટો ફેન છું. તમે એકદમ એના જેવા જ લાગો છે. જો મેં કેપ્શન ના વાંચી હોત તો મને એવું લાગત કે મારી સામે સૌંદર્યા જ છે. બીજા એક યુઝરે લખ્યું હતું કે સૂર્યવંશમના હિરા ઠાકુરની પત્નીનો પુનર્જન્મ થયો.

અત્રે ઉલ્લેખનીય છે કે એક વિમાન દુર્ઘટનામાં સૌંદર્યાએ જાન ગુમાવવાનો વારો આવ્યો હતો. 17મી એપ્રિલ, 2004ના તે બેંગ્લોર જઈ રહી હતી એ સમયે આ દુર્ઘટના થઈ હતી. 100 ફૂટની ઊંચાઈ પર પહોંચેલું એનું ચાર્ટર્ડ પ્લેન ખરાબ હવામાનને કારણે ક્રેશ થઈ ગયું હતું અને સળગી ગયું હતું. આ અકસ્માતમાં સૌંદર્યા સહિત ચારના મોત થયા હતા. તેના નિધન સમયે તેની ઉંમર 31 વર્ષની જ હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button