આવકવેરા વિભાગે બુધવારે જણાવ્યું હતું કે નાણાંકીય વર્ષ 2023-24 માટે 31 ઓક્ટોબર સુધીમાં રેકોર્ડ 7.85 કરોડ આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવામાં આવ્યા છે. વિભાગે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2023-24માં 31 ઓક્ટોબર, 2023 સુધી ફાઈલ કરવામાં આવેલા આવકવેરા રિટર્નની કુલ સંખ્યા 7.85 કરોડ છે, જે અત્યાર સુધીની સૌથી વધુ હોવાનું જાણવા મળ્યું છે.
નાણાકીય વર્ષ 2022-23માં ફાઇલ કરાયેલા ITRની કુલ સંખ્યા 7.78 કરોડ હતી.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ ( CBDT)ના એક નિવેદન અનુસાર આ 2022 સુધીમાં ફાઈલ કરવામાં આવેલા 6.85 કરોડ ITR કરતાં 11.7 ટકા વધુ છે.
મૂલ્યાંકન વર્ષ 2023-24 માટે ફાઇલ કરાયેલ 7.65 કરોડ ITRમાંથી, 7.51 કરોડથી વધુ ITRની ચકાસણી થઈ ચૂકી છે. આ ચકાસાયેલ ITRsમાંથી, 7.19 કરોડની પ્રક્રિયા 31 ઓક્ટોબર, 2023 સુધી થઈ ચૂકી છે. આમ, લગભગ 96 ટકા ચકાસાયેલ ITR પર પ્રક્રિયા કરવામાં આવી રહી હોવાનું પણ અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું.
Taboola Feed