નેશનલ

દિલ્હીની ખરાબ હવાએ 70-80ના દાયકાના LAની અપાવી યાદ.. ભારતના US રાજદૂતની ટિપ્પણી

શિયાળો બેસતાની સાથે જ દિલ્હીમાં વર્ષો જૂની સમસ્યાએ માથું ઉચક્યું છે. દિલ્હીમાં સતત વધી રહેલા પ્રદૂષણ પર અમેરિકાના રાજદૂતે પણ એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.

દિલ્હીમાં હવાની ગુણવત્તા કથળવાની ગંભીર સ્થિતિ અંગે અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ જણાવ્યું હતું કે હાલમાં દિલ્હીમાં જે હવાની ગુણવત્તા છે તેવી જ 1970-80ના સમયગાળામાં લોસ એન્જેલસમાં હતી. તેઓ પોતે LAમાં ઉછર્યા છે, પોતાના નાનપણના દિવસોને યાદ કરતા રાજદૂત ગાર્સેટીએ જણાવ્યું હતું કે 1970-80ના સમયમાં અમેરિકામાં સૌથી વધુ પ્રદૂષિત હવા LAમાં હતી. જે પ્રકારે આજે તેમની પુત્રીને શિક્ષિકાએ ચેતવણી આપી છે, તે જ પ્રકારે તેમને નાનપણમાં ઘરેથી બહાર ન નીકળવાની ચેતવણી અપાતી.

રાજધાની દિલ્હીમાં હવાની ગુણવત્તા બગડતા શ્વાસના રોગોમાં પણ ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે. AIIMS સહિતની ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં શ્વાસના રોગના દર્દીઓની લાંબી કતારો ઉભરાઇ રહી છે. દિલ્હી તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પરાળી બાળવાની ઘટનાઓ પણ જોવા મળી રહી છે. વૈજ્ઞાનિકો આગામી 2 અઠવાડિયાની અંદર દિલ્હીમાં વાતાવરણ હજુપણ બગડવાની આશંકાઓ વ્યક્ત કરી રહ્યા છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં AQI 400ને પાર થઇ ચુક્યો છે. પ્રદૂષણનું સ્તર વધતા બાળકો અને સીનીયર સિટીઝન ભારે મુશ્કેલી અનુભવી રહ્યા છે. દિલ્હીના પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે બુધવારે જે વિસ્તારોમાં AQI 400 આંકથી ઉપર હોય ત્યાં કન્સ્ટ્રક્શનને લગતી કામગીરી બંધ રાખવાનો આદેશ આપ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button