ઐશ્વર્યાએ પતિ સાથે નહીં આ ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો બર્થડે…વાઈરલ થયા ફોટો…
ગઈકાલે ભૂતપૂર્વ મિસ વર્લ્ડ ઐશ્વર્યા રાય-બચ્ચને પોતાનો 50મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો અને તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે એશે પોતાનો આ સ્પેશિયલ ડે પતિ અભિષેક બચ્ચન સાથે નહીં પણ કોઈ બીજા જ ખાસ વ્યક્તિ સાથે સેલિબ્રેટ કર્યો છે. આઈ નો હવે તમને એ જાણવાની તાલાવેલી થઈ રહી હશે કે આખરે અભિષેક નહીં તો કોણ છે એ ખાસ વ્યક્તિ કે જેની સાથે આ સુંદરીએ બર્થડે સેલિબ્રેટ કર્યો?
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલી આ પોસ્ટમાં એશબેબી પોતાનો જન્મદિવસ તેની દિકરી આરાધ્યા બચ્ચન સાથે મનાવ્યો હતો અને તેણે સોશિયલ મીડિયા પર આરાધ્યા સાથે સેલિબ્રેશનના ફોટો પણ શેર કર્યા હતા. સોશિયલ મીડિયા પર એશના કેક કટિંગનો એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે એશના વખાણ કરતી જોવા મળી રહી છે.
બર્થડે પર ઐશ્વર્યાએ સરસમજાનો વ્હાઈટ કલરનો વર્કવાળો ડ્રેસ પહેર્યો હતો અને આ ડ્રેસમાં તે ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી. સોશિયલ મીડિયા પર આરાધ્યા સાથેના ફોટોની સાથે સાથે જ એક વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે જેમાં આરાધ્યા પોતાની મમ્મી ઐશ્વર્યાના વખાણ કરતી જોવા મળી હતી. લોકો આ વીડિયોને ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટનો વરસાદ કરી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એશ અને આરાધ્યા એક સ્પેશિયલ બોન્ડ શેર કરે છે અને અવારનવાર એક સાથે ફોટો અને વીડિયો પણ શેર કરે છે. જેમાં ઘણી વખત આરાધ્યા તેના ક્યુટ લૂકને કારણે ટ્રેન્ડ થવા લાગે છે તો ક્યારેક તે મમ્મીનો સાયો બનીને ટ્રોલર્સના નિશાના પર પણ આવી જાય છે.