મુંબઈ: ICC મેન્સ વર્લ્ડ કપ 2023ની 33મી મેચમાં ભારત અને શ્રીલંકાની ટીમો મુંબઈના વાનખેડે સ્ટેડીયમ પર આમને-સામને છે. શ્રીલંકાએ ભારત સામે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. શ્રીલંકાના કેપ્ટન કુશલ મેન્ડિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેણે કહ્યું, ‘અમે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પિચ થોડી અલગ હશે અને બીજી ઇનિંગમાં બેટિંગ કરવી સરળ રહેશે.’
ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ.
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાંકા, દિમુથ કરુણારત્ને, કુસલ મેન્ડિસ (વિકેટ/કેપ્ટન), સાદિરા સમરવિક્રમા, ચારિથ અસલંકા, એન્જેલો મેથ્યુસ, દુષન હેમંથા, મહિષ થેક્ષાના, કસુન રાજીથા, દુષ્મંથા ચમીરા, દિલશાન મદુશંકા.
ટીમ ઈન્ડિયાએ 12 વર્ષ પહેલા આ જ મેદાન પર શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ વખતે પણ બંને આમને સામને છે પરંતુ આ વખતે બંને ટીમોમાં અસમાનતા જોવા મળી રહી છે. ભારતીય ટીમ શાનદાર ફોર્મમાં છે જ્યારે શ્રીલંકા વર્લ્ડ કપ બહાર થવાની તૈયારીમાં છે. જો ભારતે સતત 6 મેચ જીતી છે, આ મેચ જીતશે તો તે સેમીફાઈનલમાં પહોંચી જશે. શ્રીલંકાએ છ મેચ રમી છે અને માત્ર 2 મેચ જીતી છે આ મેચમાં હારશે તો ટુર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જશે.