આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

મહારાષ્ટ્રમાં SSC અને HCS પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરાયું, જાણી લો વિગતો!

મુંબઇઃ મહારાષ્ટ્ર રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બૉર્ડે બુધવારે HSC અને SSC પરીક્ષાઓની તારીખની જાહેરાત કરી હતી.

SSCની પરીક્ષા 1થી 26 માર્ચ 2024 વચ્ચે યોજાશે. HSCની પરીક્ષા 21 ફેબ્રુઆરી, 2023થી શરૂ થશે અને 19 માર્ચ, 2023ના રોજ પૂરી થશે. HSC માટે ઇન્ફર્મેશન ટેક્નોલોજી અને જનરલ નોલેજ (જીકે)ની ઓનલાઇન પરીક્ષા 20થી 23 માર્ચ દરમિયાન યોજાશે.


SSCની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 10થી 29 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જ્યારે HSCની પ્રેક્ટિકલ પરીક્ષાઓ 2થી 20 ફેબ્રુઆરી દરમિયાન લેવામાં આવશે, જેનું સમયપત્રક 2 નવેમ્બરથી બોર્ડની વેબસાઇટ mahahsscboard.in પર ઉપલબ્ધ કરવામાં આવ્યું છે.


દરેક શાળા અને કોલેજોને આ સમયપત્રકની નકલો મોકલવામાં આવી છે. વિદ્યાર્થીઓને સમયપત્રકનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને અન્ય કોઇપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલા સમયપત્રક પર આધાર રાખવા સામે ચેતવણી આપવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button