ટોપ ન્યૂઝનેશનલ

સમલૈંગિક લગ્નના અધિકાર માટે સુપ્રીમ કોર્ટમાં રીવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી….

નવી દિલ્હી: હાલમાં આવેલા સમલૈંગિક લગ્ન કેસના ચુકાદા સામે સુપ્રીમ કોર્ટમાં રિવ્યુ પિટિશન દાખલ કરવામાં આવી છે. ઉદિત સૂદ નામના વ્યક્તિ દ્વારા એવી પિટિશન દખલ કરવામાં આવી છે કે કોર્ટ દ્વારા આપવામાં આવેલો આ ચુકાદો સ્પષ્ટપણે ખોટો છે કારણ કે તેમાં અરજદારો સાથે ભેદભાવ થયો છે.

અરજદારે કહ્યું હતું કે બહુમતીનો આ ચુકાદો સ્પષ્ટપણે અન્યાયી છે અરજદારોનો મૂળભૂત અધિકાર છે લગ્ન કરવા પરંતુ આ લગ્ન સમલૈંગિક હોવાના કારણે કોર્ટે તેની સાથે પક્ષપાતી વલણ દાખવ્યું છે. આમ એક રીતે આ ચુકાદો લગ્ન ની જ સમજથી વિરોધાભાસી છે. નોંધનીય છે કે 17 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે સમલૈંગિક લગ્નને કાનૂની માન્યતા આપવાનો ના પાડતા કહ્યું હતું કે કાયદા દ્વારા માન્યતા પ્રાપ્ત લગ્ન સિવાયના કોઈપણ લગ્નને આપણું સંવિધાન સ્વીકારતું નથી.

મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ સભ્યોની બંધારણીય બેન્ચે ગે લગ્નોને કાનૂની માન્યતા આપવાની માંગ કરતી 21 અરજીઓની સુનાવણી દરમિયાન ચાર અલગ-અલગ નિર્ણયો આપ્યા હતા. અને છેલ્લે લેવાયલા ચુકાદામાં બેન્ચે સર્વસંમતિથી સ્પેશિયલ મેરેજ એક્ટ હેઠળ ગે લગ્નને કાનૂની માન્યતા આપવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે કોર્ટે કહ્યું હતું કે આ અંગે કાયદો બનાવવાનું કામ સંસદનું છે.

જો કે અદાલતે સમલૈંગિક લોકો માટે સમાન અધિકારો અને રક્ષણને માન્યતા આપી હતી અને સામાન્ય લોકોને આ સંદર્ભે સંવેદનશીલ બનવાનું આહ્વાન કર્યું હતું જેથી તેમને ભેદભાવનો સામનો ન કરવો પડે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button