આમચી મુંબઈ

જળાશયનાં સમારકામને પગલે ઘાટકોપરમાં પાણીપુરવઠાના સમયમાં ફેરફાર

નાગરિકોને કરકસરથી પાણીનો ઉપયોગ કરવાની અપીલ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપરમાં આવેલા જળાશયના બે ભાગમાં સમારકામ હાથ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યું છે, તેથી હાલ ફક્ત એક ભાગમાંથી પાણીપુરવઠો કરવામાં આવી રહ્યો છે. તેથી ઘાટકોપરના અમુક વિસ્તારમાં કરવામાં આવતા પાણીપુરવઠાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેમ જ આ સમારકામ દરમિયાન નાગરિકોને પાણીનો પણ કરકસર કરીને ઉપયોગ કરવાની અપીલ પ્રશાસને કરી છે.

ઘાટકોપરના લો લાઈન રિઝવિયરના બીજા ભાગનું સમારકામ કામ ૨૪ ઑગસ્ટ, ૨૦૨૩થી કરવામાં આવી રહ્યું છે. જળાશયના બંને ભાગનું કામ ચોમાસાને બાદ કરતા લગભગ ૨૦ મહિના ચાલવાનું છે, તેથી આ સમય દરમિયાન એક જ ભાગમાંથી પાણીપુરવઠો કરવામાં આવવાનો છે. આ કારણથી પાણીપુરવઠાના ટાઈમટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

નારાયણ નગરમાં પહેલા બપોરના ૩.૧૫થી સાંજના ૭.૧૫ દરમિયાન પાણીપુરવઠો કરવામાં આવતો હતો. હવે પાણીપુરવઠાનો સમય બપોરના ૨.૩૦વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી અને રાતના ૧૦.૪૫ વાગ્યાથી રાતના ૧૧.૩૦ વાગ્યા સુધી કરવામાં આવશે. ચિરાગ નગર, આઝાદ નગર, ગણેશ મેદાન, પારસીવાડી, ન્યુ માણેકલાલ એસ્ટેટ, એન.એસ. માર્ગ, મહિન્દ્ર પાર્ક, ડી.એમ.રોડ, ખલઈ વિલેજ, કિરોલજ વિલેજ, વિદ્યાવિહાર (પશ્ર્ચિમ), હંસોટી ગલી, ખોત ગલી, એમ.જી. માર્ગ, નૌરોજી લેન, એચ.આર.દેસાઈ રોડ, કામા ગલી, શ્રધ્ધાનંદ રોડ, જે.વી. રોડ, ગોપાલ ગલી, જીવદયા લેન, ગીગાવાડીનો સમાવેશ થાય છે
ભીમ નગર, પવાર ચાલ, લોઅર પરેલસ ભીમ નગર, ક્રાઈમ બ્રાન્ચ ઍરિયા, વૈતાગવાડી, નિત્યાનંદ નગર, ધૃવરાજસિંગ રોડ, સી.જી.એસ. કૉલોની, ગંગાવાડી, એમટીએનએલ ગલી, એલબીએસ માર્ગ, ઘાટકોપર (પશ્ર્ચિમ) નજીકનો વિસ્તાર, શ્રેયસ સિગ્નલ વિસ્તારમાં અગાઉ સાંજના ૭.૧૫ વાગ્યાથી રાતના ૯.૧૫ વાગ્યાનો સમય હતો. તે હવે સાંજના ૭.૧૫ વાગ્યાથી ૯.૧૫ વાગ્યા પાણીપુરવઠો થશે.

સેનેટોરીયમ ગલી, એચ.આર. દેસાઈ માર્ગ, કામા ગલી, શ્રધ્ધાનંદ નગર, જે.વી. માર્ગ, ગોપાલ ગલી, એલ.બી.એસ માર્ગ વિસ્તાર, ગાંધી નગર જેવા વિસ્તારમાં અગાઉ સાંજના ૭.૧૫ વાગ્યાથી ૯.૧૫ વાગ્યા સુધી પાણીપુરવઠો કરવામાં આવતો હતો. નવા સમય મુજબ સાંજના ૭.૧૫ વાગ્યાથી રાતના ૯.૧૫ વાગ્યા સુધી પાણી પુરવઠો કરવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…