નેશનલ

દક્ષિણ આફ્રિકાનો ૧૯૦ રનથી વિજય

પુણે: દક્ષિણ આફ્રિકાએ ન્યૂ ઝીલેન્ડને ૧૯૦ રનથી હરાવ્યું હતું. ન્યૂ ઝીલેન્ડની ટીમ ૩૫.૩ ઓવરમાં ૧૬૭ રન કરીને આઉટ થઇ ગઇ હતી.

અગાઉ પ્રથમ બેટિંગ કરતા સાઉથ આફ્રિકાએ ૩૫૭ રન ફટકાર્યા હતા. આફ્રિકાએ ૫૦ ઓવરમાં ચાર વિકેટે ૩૫૭ રન કર્યા હતા. આફ્રિકન ટીમ માટે ઓપનર ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડુર ડ્યુસેને સદીની ઇનિંગ્સ રમી હતી. ડુસેને ૧૧૮ બોલમાં ૧૩૩ રન કર્યા હતા. ડી કોકે ૧૧૬ બોલમાં ૧૧૪ રનની ઇનિંગ રમી હતી. ડેવિડ મિલરે ૩૦ બોલમાં ૫૩ રન કર્યા હતા. કેપ્ટન ટેમ્બા બાવુમાએ ૨૪ રન કરી આઉટ થયો હતો. હેનરિક ક્લાસેન સાત બોલમાં ૧૫ રન કરી અણનમ રહ્યો હતો જ્યા એડન માર્કરામ એક બોલમાં છ રન કરી અણનમ રહ્યો હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ટિમ સાઉથીએ બે વિકેટ ઝડપી હતી. ટ્રેન્ટ બોલ્ટ અને જેમ્સ નીશમને એક-એક સફળતા મળી હતી.

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી દક્ષિણ આફ્રિકાની ટીમની શરૂઆત સારી રહી ન હતી. ટીમનો કેપ્ટન ટેમ્બા બાવુમા ૨૮ બોલમાં ૨૪ રન કરીને આઉટ થયો હતો. પરંતુ આ પછી ક્વિન્ટન ડી કોક અને રાસી વાન ડુર ડ્યુસેન વચ્ચે બીજી વિકેટ માટે ૨૦૦ રનની ભાગીદારી થઇ હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button