મુંબઈઃ વન-ડે વર્લ્ડ કપની મેચમાં આવતીકાલ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકન ટીમ આમનેસામને ટકરાશે, ત્યારે એના પહેલા ટવેન્ટી-ટવેન્ટીના કેપ્ટન હાર્દિક પંડ્યાને લઈને સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમ ઈન્ડિયા આવતીકાલે વાનખેડે સ્ટેડિયમમાં રમશે, પરંતુ હાર્દિક પંડ્યા રમશે નહીં. આમ છતાં આગામી દિવસોમાં કદાચ હાર્દિક પંડ્યા પાછો ફરી શકે છે.
હાર્દિક પંડ્યા ઇજાના કારણે ન્યૂ ઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ સામે રમી શક્યો નથી અને ગુરુવારે શ્રીલંકા અને 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમી શકશે નહીં. ભારતે તેની છેલ્લી લીગ મેચ નેધરલેન્ડ સામે 12 નવેમ્બરે બેંગલુરુમાં રમવાની છે.
બીસીસીઆઈના એક સૂત્રએ કહ્યું કે તે ઝડપથી સ્વસ્થ થઈ રહ્યો છે અને છેલ્લી લીગ મેચ રમી શકશે. એ પણ શક્ય છે કે તે સીધા સેમિફાઇનલમાં મેદાનમાં ઉતરશે. અત્યાર સુધીની તમામ છ મેચ જીતી ચૂકેલી ભારતીય ટીમનું સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત છે.
ભારતનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બેંગલુરુમાં 12 નવેમ્બરે નેધરલેન્ડ સામેની ટીમની છેલ્લી લીગ મેચ પહેલા વાપસી કરે તેવી શક્યતા ખૂબ જ નહીવત છે. નોંધનીય છે કે 19 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામેની મેચમાં પોતાની જ બોલિંગ પર ફિલ્ડિંગ કરતી વખતે પંડ્યાને ઈજા થઈ હતી.
પંડ્યાની ખોટ પુરવા માટે સૂર્યકુમાર યાદવને ટીમમાં છઠ્ઠા નંબર પર સામેલ કરવામાં આવ્યો છે, જ્યારે પાંચ બોલર સાથે ટીમ ઇન્ડિયા રમી રહી છે. મોહમ્મદ શમીનું શાનદાર ફોર્મ જોઈને ટીમને બોલર તરીકે પંડ્યાની ખોટ વર્તાઇ રહી નથી, પરંતુ તેની હાજરી ટીમના સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પંડ્યા હાલમાં બેંગલુરુની નેશનલ ક્રિકેટ એકેડમીમાં છે.
Taboola Feed