2000 રૂપિયાને લઈને આરબીઆઈના ગર્વનરે આ શું કહ્યું? જાણી લો એક ક્લિક પર…
મુંબઈ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા આરબીઆઇ દ્વારા બુધવારે માહિતી આપવામાં આવી હતી કે ચલણમાંથી બાદ કરવામાં આવેલી ૨૦૦૦ રૂપિયાની નોટમાથી કુલ ૯૭ ટકા નોટો આરબીઆઇ પાસે જમા થઈ ગઈ છે અને હવે ફક્ત ૧૦,૦૦૦ કરોડ રૂપિયા જેટલી નોટ લોકો પાસે રહી ગઈ છે. આરબીઆઇ દ્વારા આ વર્ષે ૧૯ મેના રોજ ૨૦૦૦ની નોટ ચલણમાથી રદ્દ કરવામાં આવી હતી અને આ નોટને બેંકમાં જમા કરાવીને તેને બીજી ચલણી નોટોથી બદલવાની સૂચના આપવામાં આવી હતી.
આરબીઆઇ દ્વારા એક સૂચનામાં જણાવવામાં આવ્યું હતું કે, જ્યારે ૨૦૦૦ની નોટને રદ્દ કરવામાં આવી હતી ત્યારે તેની સંખ્યા ૩.૫૬ લાખ કરોડ હતી જે ઘટીને હવે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા થઈ ગઈ છે. આરબીઆઇ અનુસાર ૨૦૦૦ની ૯૭ ટકા નોટો જમા કરવવામાં આવી છે.
આરબીઆઇએ આપેલા આદેશ મુજબ ૨૦૦૦ની નોટને બેન્કમાં હવે જમા નહીં કરવામાં આવે પણ આ રદ્દ થએલી નોટોને આરબીઆઇના ૧૯ ઓફિસમાં જમા કરવી શકાય છે. ૨૦૦૦ રૂપિયાની નોટો બદલવા અને જમા કરાવવા માટે આરબીઆઇ ઓફિસમાં ભીડ જોવા મળી રહી છે.