આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા
(દક્ષિણાયન સૌર હેમંતૠતુ), ગુરુવાર, તા. ૨-૧૧-૨૦૨૩
ભારતીય દિનાંક ૧૧, માહે કાર્તિક, શકે ૧૯૪૫
વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, આશ્ર્વિન વદ-૫
જૈન વીર સંવત ૨૫૪૯, માહે આશ્ર્વિન, તિથિ વદ-૫
પારસી શહેનશાહી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૩
પારસી કદમી રોજ ૧૯મો ફરવરદીન, માહે ૪થો તીર, સને ૧૩૯૩
પારસી ફસલી રોજ ૧૭મો સરોશ, માહે ૮મો આવાં, સને ૧૩૯૨
મુુસ્લિમ રોજ ૧૭મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
મીસરી રોજ ૧૯મો, માહે ૪થો રબીઉલ આખર, સને ૧૪૪૫
નક્ષત્ર આર્દ્રા મધ્યરાત્રિ પછી ક. ૨૯-૫૬ સુધી (તા. ૩જી), પછી પુનર્વસુ.
ચંદ્ર મિથુનમાં
ચંદ્ર રાશિ નામાક્ષર: મિથુન (ક, છ, ઘ)
સૂર્યોદય: મુંબઈ ક. ૦૬ મિ. ૪૦, અમદાવાદ ક. ૦૬ મિ. ૪૬ સ્ટા.ટા.,
સૂર્યાસ્ત: મુંબઈ ક. ૧૮ મિ. ૦૪, અમદાવાદ ક. ૧૮ મિ. ૦૦ સ્ટા. ટા.
-: મુુંબઈ સમુદ્રમાં ભરતી ઓટ :-
ભરતી : બપોરે ક. ૧૪-૨૦, મધ્યરાત્રિ પછી ક. ૦૩-૨૨ (તા. ૩)
ઓટ: સવારે ક. ૦૮-૩૪, રાત્રે ક. ૨૦-૦૯
વ્રત પર્વાદિ: વિક્રમ સંવત ૨૦૭૯, ‘આનંદ’ નામ સંવત્સર, શાલિવાહન શક સંવત ૧૯૪૫, ‘શોભન’ નામ સંવત્સર, આશ્ર્વિન કૃષ્ણ-પંચમી. શુક્ર ક્ધયામાં. સૂર્ય મહાનક્ષત્ર સ્વાતિ, વાહન અશ્ર્વ.
શુભાશુભ દિનશુદ્ધિ: સામાન્ય દિવસ.
મુહૂર્ત વિશેષ: શ્રી વિષ્ણુ-લક્ષ્મી પૂજા, શિવ-પાર્વતી પૂજા, ગુરુ-રાહુ ગ્રહદેવતાનું પૂજન, અગરના ઔષધીય પ્રયોગો, ઔષધ ઉપચાર, વિદ્યારંભ, બાળકને અન્નપ્રાશન, આભૂષણ, વો, રાજ્યાભિષેક, ધજા-કળશ પતાકા ચઢાવવી, ધાન્ય ઘરે લાવવું, પશુ લેવડદેવડ, ઘર-ખેતર-જમીન, મકાન લેવડદેવડ. શુક્રના અભ્યાસ મુજબ સર્વ અનાજ, ચોખા, ગોળ, ખાંડ વગેરે રસ પદાર્થો, ઊનનાં વસ્રોમાં તેજી આવે. ચાંદીમાં ઘટ-વધ થાય. કેટલેક ઠેકાણે ખેતીવાડીની પેદાશને નુકસાન થાય. પશુઓના ભાવમાં તેજી આવે.
આચમન: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ સરકારી અધિકારીઓની મદદ મળે.
ખગોળ જ્યોતિષ: ચંદ્ર-સૂર્ય ત્રિકોણ. મંગળ વિશાખા યુતિ, ચંદ્ર વિષુવવૃત્તથી મહત્તમ ઉત્તરે ૨૮ અંશ ૧૪ કળાના અંતરે રહે છે.
ગ્રહ ગોચર: સૂર્ય-તુલા, મંગળ-તુલા, બુધ-તુલા, વક્રી ગુરુ-મેષ, શુક્ર-સિંહ, વક્રી શનિ-કુંભ, રાહુ-મીન, કેતુ-ક્ધયા, વક્રી હર્ષલ-મેષ, વક્રી નેપ્ચૂન-મીન, માર્ગી પ્લુટો-મકર.