ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.
વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ રીક્ષૂજ્ઞહિમ૧૮૨૨લળફશહ.ભજ્ઞળ પર મોકલવાના રહેશે.
ભાષા વૈભવ…
મરાઠી – ગુજરાતી સમાનાર્થી શબ્દોની જોડી બનાવો
A B
पावसाळा મહેમાન
पाषाण અવલોકન
पाहणी ગુપ્ત દેખરેખ
पाहुणा પથ્થર
पाळत ચોમાસુ
ઓળખાણ પડી?
મૂળ રાજસ્થાનના મારવાડ ક્ષેત્રની કોમની ઓળખાણ પડી? જંગલમાં ભમવા માટે જાણીતી આ કોમ હવે ગુજરાત અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં પણ જોવા મળે છે.
અ) કોળી બ) ભરવાડ ક) વણઝારા ડ) ગુર્જર
ગુજરાત મોરી મોરી રે
અટપટી રીતે સમજાવતા સંબંધને ઓળખી કાઢો. કોઈ સ્ત્રીની કાકીના સસરાના એકમાત્ર ભાઈ એ સ્ત્રીને સગપણમાં શું થાય એ દિમાગ દોડાવી જણાવો જોઉં.
અ) મામા બ) સસરા ક) ફુવા ડ) નણદોઈ
જાણવા જેવું
અંબોડો સ્ત્રીનું ઘરેણું માનવામાં આવે છે અને એની વ્યાખ્યા સ્ત્રીઓના માથાના વાળ ગૂંથીને પાછળ વાળવામાં આવતી ગાંઠ, વેણીગૂફ, કેશપાશ કે ચોટલો તરીકે કરવામાં આવે છે. વાળના જૂટના અર્થમાં મઉડી અને મોટો તથા અમોડો શબ્દો આપ્યા છે, તે ઉપરથી અંબોડો, અંબોડી બોલ ઊતરી આવ્યાં છે. અંબોડો લેવો – વાળવો એટલે માથાની પછવાડેના ભાગમાં ગાંઠના આકારમાં વાળ ઓળીને બાંધવા.
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
આપેલા વાક્યમાં એક સરસ મજાનું શાક સંતાઈને બેઠું છે એ શોધી કાઢો જોઉં.
તમે આવું કેમ કર્યું? સાવ ટાણા વગરનું ખાવા બેસવું આરોગ્ય માટે સારું નહીં.
નોંધી રાખો
સફળતા મેળવવાની લાંબી સફરમાં તડકાનું મહત્ત્વ એટલા માટે વધારે છે, કારણ કે જો છાંયડો મળ્યો હોત આરામ કરવાની ઈચ્છા થયા પછી નીંદર આવી ગઈ હોત.
માઈન્ડ ગેમ
ઈન્ડોર તેમજ આઉટડોર રમાતી કઈ બોલ ગેમમાં ‘લવ ઓલ’ તેમજ ‘ગ્રાન્ડ સ્લેમ’ નામની પરિભાષાનો અમલ કરવામાં આવે છે એ કહી શકશો?
અ) ગોલ્ફ બ) સ્નૂકર
ક) ટેનિસ ડ) સોકર
ગયા ગુરુવારના જવાબ
ભાષા વૈભવ
A B
वगळणे સામેલ ન કરવું
वचपा બદલો
वजाबाकी બાદબાકી
वटवाधूळ ચામાચીડિય
वदन ચહેરો
ગુજરાત મોરી મોરી રે
માસી
ઓળખાણ પડી?
લાવણી નૃત્ય
માઈન્ડ ગેમ
૯ બોલ
ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
સબરસ
ફનવર્લ્ડમાં ઉમળકાભેર ભાગ લઈ સાચા જવાબ આપનારા વાચકોનાં નામ અહીં આપ્યાં છે. અભિનંદન.
(૧) કિશોરકુમાર જીવણદાસ વેદ (૨) સુભાષ મોમાયા (૩) નીતા દેસાઈ (૪) શ્રદ્ધા આશર (૫) ભારતી બુચ (૬) ડો. પ્રકાશ કટકિયા (૭) ભારતી પ્રકાશ કટકિયા (૮) લજિતા ખોના (૯) પુષ્પા પટેલ (૧૦) અમીષી બંગાળી (૧૧) નિખિલ બંગાળી (૧૨) મહેન્દ્ર લોઢાવિયા (૧૩) ખુશરૂ કાપડિયા (૧૪) પ્રવીણ વોરા (૧૫) વિભા મહેશ્ર્વરી (૧૬) તાહેર ઔરંગાબાદવાલા (૧૭) શીરીન ઔરંગાબાદવાલા (૧૮) મીનળ કાપડિયા (૧૯) વર્ષા સૂર્યકાંત શ્રોફ (૨૦) જ્યોતિ ખાંડવાલા (૨૧) મુલરાજ કપૂર (૨૨) નંદકિશોર સંજાણવાળા (૨૩) હર્ષા મહેતા (૨૪) રમેશ દલાલ (૨૫) હિના દલાલ (૨૬) ઈનાક્ષી દલાલ (૨૭) જ્યોત્સના ગાંધી (૨૮) મનીષા શેઠ (૨૯) ફાલ્ગુની શેઠ (૩૦) મહેશ દોશી (૩૧) સુરેખા દેસાઈ (૩૨) સુનીતા પટવા (૩૩) રજનીકાંત પટવા (૩૪) અતુલ જશવંતરાય શેઠ (૩૫) વિણા સંપટ (૩૬) દેવેન્દ્ર સંપટ (૩૭) અંજુ ટોલિયા (૩૮) દિલીપ પરીખ (૩૯) ગિરીશ બાબુભાઈ મિસ્ત્રી (૪૦) નિતિન બજરિયા (૪૧) જગદીશ ઠક્કર (૪૨) પ્રવીણ વોરા (૪૩) શિલ્પા શ્રોફ (૪૪) નયના ગિરીશ મિસ્ત્રી (૪૫) રશીક જુથાણી – ટોરંટો – કેનેડા (૪૬) ભાવના કર્વે (૪૭) અરવિંદ કામદાર