કેવી કેવી આધિ- વ્યાધિમાં સપડાઈ છે આ જાણીતી વ્યક્તિઓ
ઍકશન હીરો’ બ્રુશ વિલિસ-નસિરુદ્દીન શાહ- રણધીર કપૂર પછી તાજેતરમાં ‘થોર’ ફેમ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ કેવી અજબગજબની બીમારીમાં અટવાઈગયાં છે?
ક્લોઝ અપ -ભરત ઘેલાણી
*ઍકશન હીરો’ બ્રુશ વિલિસ
*નસિરુદ્દીન શાહ
*એન્જેલીના જોલી
*ક્રિસ હેમ્સવર્થ
છેલ્લાં પાંચ-છ દિવસમાં હોલીવૂડમાંથી બે ન ગમતા સમાચાર આવ્યા છે.
એક જગવિખ્યાત ટીવી સિરિયલ ‘ફ્રેન્ડ્સ’નો બહુ લોકપ્રિય અભિનેતા મૈથ્યુ પેરીનું આકસ્મિક અવસાન થયું. મળતા સમાચાર અનુસાર ૫૪ વર્ષીય મૈથ્યુનો દેહ પોતાના લોસ એન્જિલિસના ઘરમાં હોટ ટબમાંથી મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં મૃત્યુનું કારણ જાણવા નથી મળ્યું..
બીજા સમાચાર એ છે કે ‘થોર’ અને ‘એવેન્જર્સ’ ફેમ ૪૦ વર્ષીય હોલીવૂડ સુપરસ્ટાર ક્રિસ હેમ્સવર્થ સંભવિત અલ્ઝાઈમરથી પીડાઈ રહ્યો છે એવા એના તબીબ રિપોર્ટસ કહે છે.
હવે ધારી લો કે તમે ખેલાડી છે. તમારી ગેમમાં તમે પારંગત છો. ઉત્તરોત્તર અવ્વલ સ્થાને પહોંચવાના તમે સહી માર્ગે છો ત્યાં અચાનક તમને કોઈ એવી ઈજા થાય છે કે તમારે એને કારણે એ ગેમ હંમેશને માટે તો?
આવે વખતે એક ખેલાડીની વેદના સમજી શકાય છે. અનેક સિદ્ધિ -પ્રસિદ્ધિ મેળવનારા ખેલાડીની અફલાતૂન કેરિયર પર આમ અચાનક પૂર્ણવિરામ મૂકાઈ જતું હોય છે.કોઈ પણ રમતવીર માટે આ ન નિવારી શકાય એવો ખતરો તો રહે જ છે. આને આપણે ’પ્રોફેશનલ હઝાર્ડ’ કહીએ છીએ. આવા વ્યવસાયિક જોખમનાં પરિણામ મોટે ભાગે ખેલાડીએ સહન કરવા પડે એ સમજી શકાય, પણ કયારેક કોઈ ભળતાં જ કારણે વિભિન્ન ક્ષેત્રની જાણીતી વ્યક્તિઓ-સેલિબ્રિટીસનેય કોઈ અણધાર્યા કારણસર પોતાના પ્રોફેસન – વ્યવસાય છોડવો પડે છે.
આનું જાણીતું ઉદાહરણ છે હોલીવૂડનો દિગ્ગજ કલાકાર બ્રુસ વિલિસ…અનેક સુપરહીટ ફિલ્મોનો આ ૬૯ વર્ષી અદાકાર અત્યાર સુઘી રુપેરી પડદે પર સક્રિય રહીને બોક્સ ઑફિસના રેકોર્ડસ તોડી રહ્યો હતો ૧૯૮૦થી ટેલિવિઝન તથા ફિલ્મ કેરિયર શરુ કરનારા બ્રુસે આજ સુધીમાં ૧૨૪થી વધુ ફિલ્મ કરી છે અને આ વર્ષે ૨૦૨૨૩-૨૪ માં હજુ એની ત્રણેક ફિલ્મ રિલિઝ થવાની છે. ત્યાં અચાનક એની ધૂંઆધાર કેરિયર પર બ્રેક લાગી ગઈ-ખુદ એણે જ બ્રેક મારવી પડી, કારણ કે એ અફેસિયા’( અઙઇંઅજઈંઅ) નામની બીમારીની અડફેટમાં આવી ગયો છે.
મગજની આ એક એવી વિકૃતિ છે કે જેમાં એનો ભોગ બનતી વ્યક્તિની વાતચીત તેમજ લખવા-વાંચવાની ક્ષમતાને સારી એવી ક્ષતિ પહોંચે છે.લખેલા શબ્દો એ બરાબર સમજી ન શકે-બોલવામાં એને ઠીકથી રજૂ ન કરી શકે – એ જે વ્યક્ત કરવા ઈચ્છે એ એવું અસ્પષ્ટ હોય કે સામેવાળા સમજી ન શકે.બીજા શબ્દોમાં કહીએ તો એની સંદેશવ્યવહારની શક્તિ ખોરવાઈ જાય છે. વાચાઘાત’ તરીકે પણ ઓળખાતી મગજની આવી વિકૃતિમાં અમેરિકન ઍકટર બ્રુસ વિલિસ એવો સપડાયો કે ડાઈ હાર્ડ’ ફિલ્મ સિરીઝને લીધે ’સુપર ઍકશન હીરો તરીકે વિખ્યાત થઈ ગયેલા આ મર્દાના હીરોએ ફિલ્મ કેરિયરમાંથી કમને- કટાણે નિવૃતિ લેવી પડી છે. પોતે સંવાદ બરાબર વાંચી ન શકે- ચહેરાના હાવભાવ સાથે તાલમેળ કરી એને યથાર્થ સ્ક્રીન પર પેશ ન કરી શકે તો એવા અભિનયનો કોઈ અર્થ રહેતો નહોતો.
અચાનક આ રીતે કોઈની સક્રિય કેરિયર ખોરવી નાખે એવી આ અટપટી બીમારી ’અફેસિયા વિશે અમદાવાદના એક સુપ્રસિદ્ધ સાઈકોલોજિસ્ટ – માનસશાસ્ત્રી આપણને કંઈક આ રીતે સમજાવે છે.એ કહે છે: ’આપણી વાત વ્યકત કરતી વખતે -બોલતી વખતે ભાષાની જે ન ધારેલી ગરબડ સર્જાય એને ‘અફેસિયા’ કે અફેઝિઆ’ કહે છે. તબીબી દ્રષ્ટિએ તો એના અનેક પ્રકાર છે. એક: આ વિકારથી ગ્રસ્ત વ્યક્તિ લાંબું લાંબું બોલ્યા જ કરે,જેનો કોઈ ચોક્કસ અર્થ ન નીકળે.એની એ ભાષાકીય અભિવ્યક્તિ અર્થહીન હોય ( ઋહીયક્ષિં આવફતશફ). બીજા પ્રકારમાં દરદી બહુ ટૂંકુ બોલે- સાવ અધૂરું બોલે જેમકે એને કહેવું હોય કે ’હું બહાર જાઉં છું’ તો એ વાત તોડીને આમ કહેશે: હું‘ .બહાર’( ગજ્ઞક્ષરહીયક્ષિં આવફતશફ) ..વાણી વિકૃતિના આવા બીજા પણ અનેક પ્રકાર છે. કેટલાક કિસ્સામાં વાણી એવી વેર-વિખેર થઈ ગઈ હોય કે પોતે જાણતો હોવા છતાં દરદી પોતાની વાત બોલીને સમજાવી નથી શકતો. એક પ્રકાર તો એવો વિચિત્ર છે કે અફેસિયાગ્રસ્ત વ્યક્તિ ઈચ્છા ન હોવા છતાં એ સતત અપશબ્દો-ગાળ બોલ્યાં જ કરે..!
’આવી તકલીફ થવાનું કારણ શું હોય શકે માનસિક કે નર્વસ સિસ્ટમની કોઈ ખામી?
આનું તબીબી કારણ છે:કોઈ પણ કારણસર મગજને ઈજા પહોંચી હોય કે પછી મગજમાં રક્તભ્રમણ અટકી ગયું હોય કે પછી અન્ય કોઈ કારણસર સ્ટ્રોક – પક્ષઘાતનો હુમલો થાય તો અફેસિયા’ની વિકૃતિ સર્જાઈ શકે. પુરુષ -સ્ત્રીના ભેદભાવ વગર વધતી વયે થતી, આવી વ્યાધિવાળાની માનસિક તેમજ
તબીબી સારવાર કરવી પડે ,
જે બહુ લાંબી ચાલે છે’
જીવનના ઉત્તરાર્ધમાં વૃદ્ધાવસ્થા દરમિયાન માણસને કુદરતી રીતે જ પાર્કિન્સન કે અલ્ઝાઈમર જેવી અમુક વ્યાધિ વળગે એ સમજી શકાય, પણ ’અફેસિયા’ જેવી ઓછી જાણીતી બીમારી વિશે આપણને અમેરિકન હીરો બ્રુસ વિલિસ પાસેથી જાણવા મળ્યું તેમ આપણી એક ફિલ્મ હસ્તિ પાસેથી પણ જાણવા મળી એક અન્ય વ્યાધિ,જેનું નામ છે ‘ઓનોમેટોમેનિયા’..
થોડા સમય પહેલાં ધૂરંધર અદાકાર નસિરુદ્દીન શાહે પણ સ્વીકાર્યું કે એને ‘ઓનોમેટોમેનિયા’ પજવે છે..
આ ‘ઓનોમેટોમેનિયા’ એટલે એક એવી માનસિક અવસ્થા,જેનાથી ગ્રસ્ત વ્યક્તિ જાણતાં -અજાણતાં એકના એક શબ્દો કે વાક્યો કે ગીતની કડી કે પછી પોતાના મનપસંદ સંવાદ સુદ્ધાં અર્થહીન ગણગણાવ્યાં કરે..
આ અવસ્થા વિશે નસિરુદ્દીન કહે છે મન ખુદને ખબર હોતી નથી કે હું શું અને શા માટે આવી હરકત દિવસ કે રાતનાય ઊંઘમાં કરતો રહું છું. !
આવા એકધારા બબડાટનું તબીબી અર્થઘટન એ છે કે કોઈ પણ કારણસર મનમાં અજાણે ધરબાયેલી કોઈ વાતને લીધે આવું થઈ શકે.એ કારણ શોધીને આવા બબડાટને માનસચિકિત્સકની સારવાર દ્વારા શાંત
પાડી શકાય.
બીજી તરફ, આમ તો ‘ડિમેન્શિયા’ પણ અલ્ઝાઈમર’ જેવી જ વૃદ્ધાવસ્થા વખતે વળગતી બિમારી છે. પોતાના નાના ભાઈ રિશી કપૂરના અવસાન પછી એના મોટો ભાઈ રણધીર ક્પૂરને હવે બધું ભૂલી જવાની બીમારી ‘ડિમેન્શિયા’ પજવે છે એ વારંવાર રિશી ક્પૂરના અવસાનની વાત સાવ વિસરી જાય છે..!
અહીં ડિમેન્શિયા’ તથા ‘અફેસિયા’ વચ્ચેનો ભેદ સમજાવા જેવો છે. ‘અફેસિયા’એ બોલતી વખતે થતી અભિવ્યક્તિની ગરબડ છે, તો ‘ડિમેન્શિયા’ એ સ્મૃતિભ્રંશની અવસ્થા છે. બીજી તરફ, કેટલીક સેલેબ્સ પોતે કોઈ અટપટી બિમારીમાં અટવાઈ જશે એવા ભયની એને રોકવા આગોતરા પગલાં લે છે.
વિશ્વના સૌથી સોહામણા ૩૫ પુરૂષોમાં જેનો હમણાં સમાવેશ થયો છે એવા ‘એવેન્જર્સ’ના સ્ટાર ક્રિસ હેમ્સવર્થ ભવિષ્યમાં અલ્ઝાઈમરથી પીડાઈ શકે છે એવું નિદાન થતાં ક્રિસે પોતાની સંપૂર્ણ લાઈફ સ્ટાઈલ-જીવનચર્યા જ બદલી નાખી છે…!
એ જ રીતે, થોડાં વર્ષ પહેલાં હોલીવૂડની ટોચની સ્ટાર એન્જેલીના જોલીને એવો ભય સતાવવા માંડયો કે એને નજીકના ભવિષ્યમાં સ્તન કેન્સર થશે…એના ફફડાટમાં એન્જેલીનાએ સ્તન કઢાવી નાખ્યા ત્યારે એનો આ ચર્ચાસ્પદ નિર્ણય ખૂબ ગાજ્યો હતો…!
કદાચ એના મનમાં હશે:
ન રહેગા બાંસ..ન બજેગી….! ’