આમચી મુંબઈમહારાષ્ટ્ર

મરાઠા આંદોલન બન્યું ઉગ્ર: હાઇવે જામ કરનારા 500 લોકોની ધરપકડ, હિંગોલીના યુવકની આત્મહત્યા

પુણે: રાજ્યમાં છેલ્લાં કેટલાંય દિવસોથી મરાઠા અનામત આંદોલન ઉગ્ર સ્વરુપ લઇ રહ્યું છે. જેમાં વધુ એક યુવકે અનામત મુદ્દે આત્મહત્યા કરી હોવાની વિગતો જાણવા મળી છે. જ્યારે મુંબઇ-બેંગલુરુ હાઇવે જામ કરનારા લગભગ 500 આંદોલરકર્તાઓની પુણે પોલીસે ધરપકડ કરી હતી. મરાઠા અનામતના મુદ્દે આ લોકોએ લગભગ ત્રણ કલાક સુધી નેશનલ હાઇવે પર ટ્રાફિક રોકી રાખ્યો હતો અને ટાયરો પણ બાળ્યા હતા.

પ્રાપ્ત વિગતો અનુસાર હિંગોલીના નહાદ ગામમાં રહેતાં 21 વર્ષના ગોવિંદ કાવળે નામના યુવકે ચિઠ્ઠી લખીને મરાઠા અનામત મુદ્દે આત્મ હત્યા કરી છે. આ યુવકે કુવામાં પડતું મૂકીને જીવન ટૂંકાવ્યું હતું. આત્મહત્યા પહેલાં ગોવિંદ કાવળેએ એક ચિઠ્ઠી લખી રાખી હતી. તેણે ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, હું મારા અભ્યાસથી વંચિત રહ્યો છું, છતાં મહારાષ્ટ્ર સરકાર અમને મરાઠા અનામત આપી નથી રહી. તેથી હું આત્મહત્યા કરી રહ્યો છું. આ યુવકે કુવામાં પડતું મૂકીને આત્મહત્યા કરી હતી.

મરાઠા સમાજને અનામત મળે તે માટે છેલ્લાં ઘણાં સમયથી અલગ અલગ રીતે આંદોલન કરવામાં આવી રહ્યું છે. મનોજ જરાંગે પાટીલ આમરણાંત ઉપવાસ પર બેઠાં છે. જરાંગે દ્વારા યુવકોને આત્મહત્યા ન કરવાની અપીલ કરવામાં આવી રહી છે. છતાં કેટલાંક યુવાનોએ અંતિમ પગલું ભરીને જીવન ટૂકાવ્યું છે.

બીજી બાજુ આજે હજારો આંદોલનકારીઓએ નેશનલ હાઇવે બ્લોક કરીતાં ટ્રાફિક વ્યવસ્થા ખોરાવાઇ હતી. જેને પગલે પોલીસને ના છૂટકે આંદોનકરનારાઓની ધરપકડ કરવાની ફરજ પડી હતી. આ અંગે મળતી વધુ વિગતો મુજબ નાહરેમાં નવલે બ્રીજ પાસે હજારો કાર્યકર્તાઓ બુધવારે એટલે કે આજે બપોરે 12 વાગ્યાની આસપાસ ભેગા થયા હતા. જ્યાંથી તેઓ નેશનલ હાઇવે પહોંચ્યા હતાં. અને બેંગલુરુ તરફથી આવતા ટ્રાફીકને રોક્યો હતો. તેમણે હાઇવે પર ગાડીના ટાયર પણ બાળ્યા હતાં. પોલીસે વારંવાર ચેતવણી આપ્યા બાદ પણ આંદોલનકારીઓએ આંદોલન શરુ રાખતાં આખરે પોલીસને કડક કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. આખરે પોલીસે 500 આંદોલનકારીઓની ધરપકડ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button