શાહરુખની ફિલ્મ ‘જવાન’ એ રચ્યો ઇતિહાસ: આ કેટેગરીમાં સામેલ થનાર ભારતની પહેલી ફિલ્મ
મુંબઇ: બોલિવૂડ અભિનેતા શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી છે. વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર આ ફિલ્મ રેકોર્ડ બ્રેક કમાણી કરી રહી છે. ત્યાકે હવે UAE માં આ ફિલ્મે એક નવો ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મે એક એવી કેટેગરીમાં સ્થાન મેળવ્યું છે જેમાં આજ સુધી ભારતની એક પણ ફિલ્મને સ્થાન મળ્યું નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર UAE માં જવાન આ ફિલ્મ હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મ લાબિત થઇ છે. UAE માં શાહરુખના ફેન્સની સંખ્યા ખૂબ મોટી છે. તેના ચાહકો મોટી સંખ્યામાં થિયેટરમાં જઇને જવાન ફિલ્મ નિહાળી રહી છે. તેથી યુએઇ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મોની યાદીમાં સ્થાન મેળવ્યું છે. યુએઇમાં આ ફિલ્મે 75 કરોડની કમાઇ કરી છે.
યુએઇના હાઇએસ્ટ ગ્રોસર ફિલ્મની યાદીમાં અવતાર-2, એવેન્જર એન્ડગેમ, સ્પાઇડરમેન: નો વે હોમ, ફ્યૂરિયસ 7, ધ ફેટ ઓફ ધ ફ્યૂરિયસ, અલાદીન, ટોપગન: મ્હેવરિક, ધ લાયન કિંગ આ ફિલ્મોનું નામ સામેલ છે જેમાં હવે કિંગખાનની ફિલ્મ જવાનનો પણ સમાવેશ થયો છે.
શાહરુખની ફિલ્મ જવાન 2 નવેમ્બરના 2023ના રોજ કિંગખાનના જન્મ દિવસે OTT પ્લેટફોર્મ પર રિલીઝ થવાની છે. નેટફ્લિક્સ આ OTT પ્લેટફોર્મ પર હવે પ્રેક્ષકો આ ફિલ્મ માણી શકશે. ભારતીય બોક્સ ઓફિસ પર જવાને 640 કરોડની કમાઇ કરી છે. જ્યારે આખા વિશ્વમાં આ ફિલ્મે 11 કરોડની કમાણી કરી છે.