મનોરંજન

Happy Birthday: લગ્ન વિના માતા બનાવાનું બોલ્ડ ડિસિઝન લઈ સૌને ચોંકાવ્યા

બોલ્ડ વાતો કરવી, ફેશનેબલ કપડા પહેરવા, બોલ્ડ ગણાતા પ્રોફેશનમાં હોવું એક વાત છે, પણ બોલ્ડ ડિસિઝન લેવા અને તેને દુનિયા સામે મૂકવા બીજી વાત છે. આજે જે સેલિબ્રિટીનો જન્મદિવસ છે તેણે થોડા જ સમય પહેલા આવા એક બોલ્ડ સ્ટેપને સોશિયલ મીડિયા પર મૂકી સૌને ચોંકાવ્યા. આજે 1લી નવેમ્બરે સાઉથ અને બોલિવૂડની જાણીતી અભિનેત્રી ઇલિયાના ડી’ક્રૂઝ તેનો 37મો જન્મદિવસ ઉજવી રહી છે.

માત્ર 19 વર્ષની ઉંમરમાં સાઉથ ઇન્ડસ્ટ્રીમાંથી એક્ટિંગ કરિયર શરૂ કરનાર ઇલિયાના ડીક્રુઝ આજે માત્ર સાઉથની જ નહીં પરંતુ બોલિવૂડની પણ ફેમસ એક્ટ્રેસ છે. ઇલિયાનાનો જન્મ 1 નવેમ્બર 1986ના રોજ મુંબઈમાં થયો હતો અને તેણે પહેલા મોડલિંગ કર્યું અને પછી એક્ટિંગમાં હાથ અજમાવ્યો. તેમને તેમની પ્રથમ સાઉથ ફિલ્મ દેવદાસુ માટે સાઉથના બેસ્ટ ન્યુકમરનો ફિલ્મફેર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો.

બોલિવૂડ એક્ટ્રેસ ઇલિયાના ડીક્રુઝ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફેન્સ સાથે તેના જીવન સાથે જોડાયેલા ઘણા પાસાઓ શેર કરે છે. થોડા સમય પહેલા તેણે તેની સ્લીપ ડિસઓર્ડર વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તેને ઊંઘમાં ચાલવાની ખરાબ આદત છે. તે તેનાી આ તકલીફથી એટલી પરેશાન હતી કે તેના પગ પર સોજો અને ઘાના નિશાન દેખાતા હતા. આ પછી તેણે એક્સપર્ટની સલાહ લીધી અને હવે તે ઘણે અંશે સાજી થઈ રહી છે.

બોલિવૂડ અભિનેત્રી ઇલિયાના ડીક્રુઝ મૂળ ગોવાની છે. તેણે ગોવાની સેન્ટ ઝેવિયર્સ હાઈ સેકન્ડરી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો અને પછી મુંબઈ આવી ગયો. તેમની પ્રથમ ફિલ્મ 2006માં આવેલી તેલુગુ ફિલ્મ દેવદાસુ હતી. આ પછી, 2012 માં તેણે બોલિવૂડ ફિલ્મ બરફીથી તેની હિન્દી ફિલ્મ કારકિર્દીની શરૂઆત કરી, આ ફિલ્મએ તેને રાતોરાત બોલીવૂડમાં પણ જાણીતી કરી દીધી. ઈલિયાનાએ પોતે પ્રેગનન્ટ હોવાનો ખુલાસો કર્યો હતો. લગ્ન ન કર્યા હોવા છતાં તેણે મા બનવાનું પસંદ કર્યુ એટલું જ નહીં તેણે પોતાના બેબીબમ્પ બતાવતા ફોટા પણ સોશિયલ મીડિયા પર મૂક્યા. તેના બાળકના પિતા વિશે ઘણી અટકળો ચાલ્યા કરે છે, પણ ઈલિયાના માતૃત્વનો આનંદ લઈ રહી છે.

ઈલિયાનાને જન્મદિવસે શુભેચ્છા.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત