નેશનલ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટિ પર આ ગંભીર આરોપ લગાવ્યો

નવી દિલ્હીઃ નાણાં અને મોંઘી ભેટ સ્વીકારીને સંસદમાં પ્રશ્નો પૂછવાના આરોપોથી ઘેરાયેલા મહુઆ મોઇત્રાએ એથિક્સ કમિટિ પર આરોપ લગાવ્યો છે. મહુઆ મોઇત્રાનું કહેવું છે કે એથિક્સ કમિટી તેમના પર કેશ ફોર ક્વેરી કેસમાં હાજર થવા માટે દબાણ કરી રહી છે.

ટીએમસીના સાંસદ મહુઆ મોઇત્રાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ માહિતી આપી છે. તેમણે બે પાનાનો પત્ર પણ જારી કર્યો છે. તેમણે લખ્યું કે એથિક્સ કમિટીએ મીડિયાને મારું સમન્સ જારી કરવાનું યોગ્ય માન્યું. તેથી મને લાગે છે કે આવતીકાલે અમારી સુનાવણી પહેલા હું સમિતિને મારો પત્ર પણ જાહેર કરું.

મહુઆ મોઇત્રાએ પત્રમાં આરોપ લગાવ્યો છે કે લોકસભાની એથિક્સ કમિટીએ કેસમાં સુનાવણીની તારીખ લંબાવવાની તેમની વિનંતીને અવગણી હતી અને તેમના પર હાજર થવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હતું. તેમણે કહ્યું કે આ મામલે હિરાનંદાનીની પણ પૂછપરછ થવી જોઈએ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે તૃણમૂલ કોંગ્રેસના લોકસભા સાંસદ મહુઆ તા.2 નવેમ્બરે ‘કેશ ફોર ક્વેરી’ કેસમાં લોકસભાની એથિક્સ કમિટિ સમક્ષ હાજર થવાના છે. અગાઉ મહુઆને 31 ઓક્ટોબરે હાજર થવા માટે બોલાવવામાં આવ્યા હતા

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button