ઇન્ટરનેશનલનેશનલ

ભારત અને બાંગ્લાદેશના વડા પ્રધાનોએ 3 ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંયુક્ત રીતે ત્રણ ભારતીય સહાયિત વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ત્રણ પ્રોજેક્ટમાં અખૌરા-અગરતલા ક્રોસ-બોર્ડર રેલ લિંક, ખુલના-મોંગલા પોર્ટ રેલ લાઇન અને બાંગ્લાદેશના રામપાલ ખાતે મૈત્રી સુપર થર્મલ પાવર પ્લાન્ટના યુનિટ-2નો સમાવેશ થાય છે.

ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના ત્રણ વિકાસ પ્રોજેક્ટના ઉદ્ઘાટન સમયે બાંગ્લાદેશના વડા પ્રધાન શેખ હસીનાએ કહ્યું અમારા બંને દેશો વચ્ચે મિત્રતાના બંધનને મજબૂત કરવા માટે તમારી પ્રતિબદ્ધતા બદલ હું આભાર વ્યક્ત કરું છું.


ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ત્રણ વિકાસ પરિયોજનાઓના ઉદ્ઘાટન પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ આનંદની વાત છે કે ફરી એકવાર અમે ભારત-બાંગ્લાદેશ સહયોગની સફળતાની ઉજવણી કરવા માટે સાથે આવ્યા છીએ. અમારા સંબંધો સતત નવી ઊંચાઈએ પહોંચી રહ્યા છે.

છેલ્લા 9 વર્ષમાં અમે સાથે મળીને જે કામ કર્યું છે તે અગાઉના દાયકાઓમાં પણ નહોતું થયું. અમે દરિયાઈ સરહદ પણ ઉકેલી છે. ઢાકા, શિલોંગ, અગરતલા, ગુવાહાટી અને કોલકાતાને જોડતી 3 નવી બસ સેવા છેલ્લા 9 વર્ષમાં શરૂ કરવામાં આવી છે. છેલ્લા 9 વર્ષમાં 3 નવી ટ્રેન સેવાઓ પણ શરૂ કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button