સુપ્રીમ કોર્ટે વકીલોને એવું કેમ કહ્યું કે તમારા લાયસન્સ રદ થવા જોઈએ….
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે બંધારણના ભાગ 3 હેઠળ કલમ 20 અને 22 ને ‘બંધારણના ઉલ્લંઘન’ તરીકે જાહેર કરવાની માંગ કરતી અરજી દાખલ કરી હતી. આ અરજી જોઈને સુપ્રીમ કોર્ટના જજને ત્રણ વકીલોને ઠપકો આપતા કહ્યું કે તમને આવું કરવાની સલાહ કોણે આપી. ખાસ બાબત તો એ છે કે બંધારણની કલમ 20 પ્રમાણે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ અપરાધમાં ગુનેગાર જાહેર થાય ત્યારે તેની સામે તે પોતાની અરજી દખલ કરી શકે એટલે કે માનવતાના ધોરણે તે વ્યક્તિ સુપ્રીમ કોર્ટમાં પોતાને નિર્દોષ જાહેર કરવા માટે લડત આપી શકે છે. જ્યારે કલમ 22 કેટલાક એવા કેસોમાં ધરપકડ અને અટકાયતના સામે છે જેમાં દેખીતી રીતે તે વ્યક્તિ જ ગુનેગાર છે પરંતુ તે માનવા તૈયાર નથી અને પોતાને રક્ષણ માટે અપીલ કરી રહ્યો છે. આ બંને કલમો બંધારણના ભાગ ત્રણમાં છે, જે મૂળભૂત અધિકારો સાથે સંબંધિત છે. આ અરજી તમિલનાડુના એક વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવી છે.
અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટમાં વકીલોને દલીલ કરવાની પરવાનગી આપવાનો હેતુ એ છે કે ઘટનાની પ્રાથમિક તપાસ થઈ શકે ના કે ફકત જૂની અરજીઓ પર હસ્તાક્ષર કરીને કોર્ટનો સમય બગાડવાનો.
સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા કહ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ તમારી પાસે આવે ત્યારે તમે તમારી ફી લો અને પિટિશન દાખલ કરો છો. તો તમે બંધારણના મૂળભૂત નિયમો પણ ખબર નથી. આ સ્વીકાર્ય નથી તમારા લાયસન્સ રદ કરવા જોઈએ. બંધારણની કલમ 32 હેઠળ આ પ્રકારની અરજી કેવી રીતે દાખલ કરી શકાય? કોર્ટમાં હાજર થનાર વકીલ કોણ છે અને ડ્રાફ્ટ તૈયાર કરનાર વકીલ કોણ છે, તેણે ડ્રાફ્ટ પર સહી કરી જ કેવી રીતે કરી ?
સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે સુપ્રીમ કોર્ટના વકીલ છો થોડુંક તો જવાબદારી પુર્વક વર્તન કરો. કોર્ટે વધુમાં ત્રણેય વકીલોને એફિડેવિટ દાખલ કરવા અને ક્યા સંજોગોમાં આવી અરજી દાખલ કરી તેનો ખુલાસો કરવા જણાવ્યું હતું