મરણ નોંધ

હિન્દુ મરણ

કોળી પટેલ
ગામ ખરસાડ, કોદગરા ફળીયા, હાલ બોરીવલી રાકેશભાઇ જીવણલાલ (ઉં. વ. ૫૨) શુક્રવાર તા. ૨૭-૧૦-૨૩ના શ્રીજીચરણ પામેલ છે. તે જીવણલાલ ભીખાભાઇ અને સ્વ. વિમળાબેનના પુત્ર. સ્વ. રાજેશના ભાઇ, પ્રેરણાના પતિ. અત્વિકના પિતા. રમણભાઇ, મોહનભાઇ અને ઉત્તમભાઇના ભત્રીજા. બેસણું ગુરુવાર તા. ૨-૧૧-૨૩ના બપોરે ૪થી ૬, મોનિકા હોલ, સુભાષ લેન, દફતરી રોડ, એચડીએફસી બેન્ક ઉપર, મલાડ. ખાતે અને પુષ્પાણી મંગળવાર, તા. ૭-૧૧-૨૩ના તેમના ઘરે બપોરે ૩ થી ૫. ઠે. સમર્પણ એકસોટિકા, ૧૬મે માળે, બી-વિંગ, મેટ્રો મોલ (હાઇવે)ની પાછળ, મેટ્રો સ્ટેશન માગ થાણે પાસે, બોરીવલી-પૂર્વ.

ઔદિચ્ય ગઢિયા બ્રાહ્મણ
સ્વ.ભરતકુમાર રાવલ તે સ્વ. દલપતરામ ભાણજીભાઇ તથા ગં. સ્વ. પુષ્પાબેનના નાના પુત્ર. તેમ જ સ્વ. હસમુખભાઇ, નરેન્દ્રભાઇ તથા અ. સૌ. જયશ્રીબેન ભટ્ટના લઘુબંધુ તથા અંજનાબેનના પતિ. તથા ચી. હાર્દિક, ગૌરાંગના પિતાશ્રી અને ચી. જીયાંશના દાદા તથા પ્રવીણાબેન, જયોતીબેનના દેર. આશિષ, જાગૃતિ, કોમલ, હરીઓમના કાકા. ભાવિક, મૌલિકના મામા. તા. ૩૦-૧૦-૨૩ના અવસાન થયેલ છે. બેસણું તા. ૨-૧૧-૨૩ના ગુરુવારે ૪થી ૬. નિવાસસ્થાને: એ-૩૦, સોમદત્ત પાર્ક, ગોત્રી રોડ, વડોદરા મુકામે રાખેલ છે.

ઔદિચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ
મુંબઈ હાલ ગીરગાવ શશીકાંત પ્રભાશંકર ભટ્ટના ધર્મપત્ની ઈન્દુમતી (ઉં. વ. ૬૮) તા. ૩૦-૧૦-૨૩ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે અર્ચના, કૃપાલીના માતુશ્રી. પ્રાણજીવન પ્રભાશંકરના નાનાભાઈના ધર્મપત્ની. રાજેશ, રીના, લોપા, શુભમ, રક્ષાના મામી. સ્વ. જીવનલાલ ગોવર્ધનદાસ જોષીના પુત્રી (ચિત્તલવાળા)ની પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩ ગુરુવારના નિવાસસ્થાને ૫ થી ૭. ઠે: શશીકાંત પ્રભાશંકર ભટ્ટ, ૯૫, ભંડારી સ્ટ્રીટ, ઘડીવાલાનો માળો, ૧લે માળે, ગોલદેવલ, મુંબઈ-૪૦૦૦૦૪.

કપોળ
નાગેશ્રીવાળા સ્વ. પ્રભાવતી કેશવજી સંઘવીના પુત્ર તુષારના ધર્મપત્ની હેમા (હંસા) (ઉં.વ. ૮૧), તા. ૧૭-૧૦-૨૩ના મંગળવારે અમેરિકા મુકામે શ્રીજીચરણ પામ્યા છે. તે અમી-વૈભવ તથા કેતન-બોબીના માતૃશ્રી. ઉર્મિલા, નીલમ, નલીની, હંસા, હર્ષદ-જાગૃતિ, હરેશ-પ્રજ્ઞાના ભાભી. પિયર પક્ષે તળાજાવાળા સ્વ. પ્રભાવતી તુલસીદાસ જાંગલાની પુત્રી. તે સ્વ. પ્રવીણભાઈ – સ્વ. ઉર્મિલા, દિનેશભાઈ – નિરંજના, કુસુમબેન- સ્વ. પ્રવીણભાઈ, હર્ષદ-કલ્પના, હરેન-મેધાના બેન. લૌકિક પ્રથા બંધ છે.

સંબંધિત લેખો

શ્રીમાળી સોની
પડધરી, હાલ બોરીવલી સ્વ. હેમતલાલ કાનજીભાઈ રાણપુરાના પુત્ર અશોકકુમાર હેમતલાલ રાણપુરા (ઉં.વ. ૬૯) તે નવનીતભાઈ, ભરતભાઈના ભાઈ. નિલેશ, બીના, રવિના પિતા. સાસરાપક્ષે સ્વ. રતિલાલ છગનલાલ કાત્રોડિયા જેતપુરના જમાઈ. તે તા. ૩૦/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૨/૧૧/૨૩ના ૪ થી ૬ નિવાસસ્થાને: શ્રમિક સોસાયટી, રૂમ નં સી ૭, પ્લોટ નં. ૫૯, ડો. વિનોદ પાંડેની ગલ્લી ગોરાઈ ૧, બોરીવલી વેસ્ટ.

હાલાઇ લોહાણા
રાજકોટ, હાલ મુંબઈ ગં. સ્વ. જ્યોતિબેન (જશુબેન) ગણાત્રા (ઉં.વ. ૮૫) તે ૨૮/૧૦/૨૩ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. હરીબેન તથા સ્વ. હરિલાલ રામજી ગણાત્રાના પુત્રવધૂ. સ્વ. દિલીપભાઈ ધર્મપત્ની, સ્વ. ગીરધરલાલ (ભીખાભાઇ) રણછોડદાસ તન્ના પટેલકાવાળાના પુત્રી. દર્શના ધર્મેશકુમાર મોદી, અમી, ધર્મેશ-અ.સૌ. હેતલના માતુશ્રી. દિવ્ય તથા સિદ્ધાર્થના બા. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

હાલાઈ ભાટીયા
રમેશ આશર (ઉં.વ. ૮૬) તે સ્વ. લીલાબાઈ (ટમુબાઈ) લક્ષ્મીદાસ તુલસીદાસ આશરના પુત્ર. તે સ્વ. ચંદાબેનના પતિ. તે સ્વ. ચંદ્રસેન, હરેન્દ્ર, ધીરેન્દ્ર તથા સ્વ. પન્ના દયાલના ભાઇ. તે સ્વ. વીરમતી રણજીતસિંહ જમનાદાસ કાપડિયાના જમાઇ. ચી. જતીન તથા અ.સૌ. દર્શા દિલીપ સંપટના પિતા. અં.સૌ. વિધી નિશીલ ભટ્ટ તથા દિશાના નાના, તા. ૩૦-૧૦-૨૩ના શ્રીજીનાચરણ પામ્યા છે. પ્રાર્થનાસભા તા. ૨-૧૧-૨૩ ને ગુરૂવારે ૪ થી ૬ શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ.ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી (વેસ્ટ), લૌકિક વ્યવહાર બંધ છે.

કપોળ
મહુવા, હાલ વિલેપાર્લે, સ્વ. જમનાબેન જયંતીલાલ વિશ્રામ દોશીના પુત્ર શ્રી ચન્દ્રવદન (ચંદુભાઈ) દોશી (ઉં.વ. ૭૮) તા. ૨૮-૧૦-૨૩ના શ્રીજીચરણ પામ્યા છે. તેઓ નલીનીબેનના પતિ. ચી. સચિન અને સત્યેનના પિતાશ્રી તેમજ ચી. સાન્યા, ચી. દેવ અને ચી. રૈનાના દાદાશ્રી તથા સ્વ. દિનુભાઈ અને શ્રી જીતુભાઈ, હેમુભાઈ અને કાર્તિકભાઈના ભાઈ. સસુરપક્ષ- મહુવાવાળા વલ્લભદાસ ધનજી ભુતા, સર્વ લૌકિક પ્રથા બંધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button