મરણ નોંધ

પારસી મરણ

ફીરોઝ મીનોચેર સહીયાર તે કેટી ફીરોઝ સહીયારના ધણી. તે મરહુમો ધનમાઈ અને મીનોચેર સહીયારના દીકરા. તે નાજનીન લઢ અને સાયરસના બાવાજી. તે બુરઝીન લઢના સસરાજી. તે નૌશીર, રોહિનટન તથા મરહુમ સીલ્લુના ભાઈ. તે મરહુમો ગુલબાનુ અને માનેકશા ડ્રાઈવરના જમાઈ. (ઉં. વ. ૭૮) રે. ઠે.: ૧૭ રૂસ્તમજી બિલ્ડિંગ, ફલેટ નં. ૬, લેડી પોચખાનાવાલા રોડ, ગ્રાન્ટરોડ, મુંબઈ-૪૦૦૦૦૭. ઉઠમણાંની ક્રિયા: ૨-૧૧-૨૩ બપોરે ૩.૪૫ વાગે વાડિયાજી આતશબહેરામમાં છેજી.
સાયરસ દીનશૉ દવીયરવાલા તે જેસ્મીન સાયરસ દવીયરવાલાના ખાવિંદ. તે ફરહાદ સી. દવીયરવાલા, મરઝી સી. દવીયરવાલા તથા ઝીનીયા એફ. ફેલફેલીના બાવાજી. તે મરહુમો બાઈમાય તથા દીનશૉ દવીયરવાલાના દીકરા. તે ફરશાદ ફેલફેલીના સસરાજી. તે મરહુમો જરૂ તથા ફીરોઝ દસ્તુરના જમાઈ. તે મરહુમો અદી દી. દવીયરવાલા તથા મહારૂખ દી. દવીયરવાલાના ભાઈ. (ઉં. વ. ૭૩) રે. ઠે.: બી-૨/૧૦૭, પંથકી કોલોની, અંધેરી (પૂ), મુંબઈ-૪૦૦૦૬૯. ઉઠમણાંની ક્રિયા: તા. ૧-૧૧-૨૩ના રોજે બપોરે ૩.૪૦ કલાકે, અંધેરી પટેલ અગિયારીમાં થશેજી.
જમશેદ રતનશા સુમારીવાલા તે મરહુમ પરીજાદ જમશેદ સુમારીવાલાના ધણી. તે મરહુમો બચામાઈ અને રતનશા સુમારીવાલાના દીકરા. તે શહનુર મેહેરનોશ મેહેતાના બાવાજી. તે મેહેરનોશ રૂસ્તમ મેહેતાના સસરાજી. તે એરચ, ફલી તથા મરહુમો કેકી, મની અને દોલીના ભાઈ. તે મરહુમો રશીદ અને બાનુ ઈરાનીના જમાઈ. (ઉં. વ. ૮૭) રે. ઠે.: ૬૭૬/એ, ફરેદુન ટેરેસ, પારસી કોલોની, રોડ નં. ૧૩, દાદર, મુંબઈ-૪૦૦૦૧૪. ઉઠમણાંની ક્રિયા: ૧-૧૧-૨૩ બપોરે ૩.૪૫ નારીયલવાલા અગિયારી દાદરમાં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button