મનોરંજન

અજય દેવગનના ભાણેજની ડેબ્યૂ ફિલ્મમાં રવિનાની દીકરી જોવા મળશે

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનનો ભાણેજ એટલે કે તેની બહેન નીલમનો પુત્ર અમન દેવગન પણ ટૂંક સમયમાં જ બોલીવુડ ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અમન દેવગન તેના કાકા અજય દેવગન કરતા દસ ગણો સ્ટાઇલીશ અને ડેશિંગ લાગે છે તેવું સોશિયલ મીડિયામાં ફેન્સ કહી રહ્યા છે.

હાલમાં જ તે એક એવોર્ડ ફંક્શન દરમિયાન કાજોલ સાથે જોવા મળ્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અમનના લુક અને સ્ટાઈલને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. અમનને બોલિવૂડની નવી પેઢીના ઉભરતા સ્ટાર તરીકે ગણવામાં આવી રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં અમન દેવગન બ્લૂ કલરના શર્ટ સાથે બ્લેક સૂટ પહેરેલો જોવા મળી રહ્યો છે તો કાજોલ પણ તેની સાથે બ્લેક બોડી હગિંગ ડ્રેસમાં પોઝ આપતી જોવા મળી રહી છે. બ્લેક પેન્ટ સૂટમાં અમન દેવગન ખૂબ જ હેન્ડસમ અને ડેશિંગ લાગે છે. ચાહકોને તેનામાં યુવા અજય દેવગનની ઝલક જોવા મળી રહી છે.

રોક ઓન, કાઈ પો છે અને કેદારનાથ જેવી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂકેલા દિગ્દર્શક અભિષેક કપૂર અમન દેવગનની ડેબ્યૂ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. આ એક એક્શન ફિલ્મ હશે જેમાં અજય દેવગન અલગ જ લુકમાં દેખાશે. અમનની સામે આ ફિલ્મમાં રવિના ટંડનની પુત્રી રાશા પણ ડેબ્યૂ કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button