નેશનલ

આટલા કલાક પરસેવો પાડીને પણ આટલું જ કમાય છે ભારતીયો…

ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણમૂર્તિના આજના યુવાનોએ તો 70 કલાક કામ કરવું જોઈએ, જેથી ભારતની આર્થિક પ્રગતિ થાય એવા નિવેદન પર વિવાદ ઊભો થયો છે. નારાયણમૂર્તિના આ 70 કલાકના ફોર્મ્યુલા પર ડિબેટ છેડાઈ ગઈ છે. કેટલાક લોકો એમની વાત સાથે સહેમત છે તો કેટલાક લોકો એમના આ વિચારનો વિરોધ કરી રહ્યા છે. જોકે, આજે અમે તમને અહીં તમને જણાવવા જઈ રહ્યા છે કે તનતોડ મહેનત કરીને પણ ભારતીયો કેટલું કમાઈ શકે છે એની.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર દુનિયાભરમાં કામ કરવાની મર્યાદા 48 કલાકની છે. પરંતુ ભૂતાન, કોંગો, કતાર, યુએઈ અને ગામ્બિયા એવા દેશ છે કે જ્યાં કામ કરવાના કલાકો ભારતથી વધુ છે એટલે કે ભારતનો સમાવેશ એવા દેશોમાં થાય છે જ્યાં લોકો અઠવાડિયામાં સૌથી વધુ કામ કરે છે.

અઠવાડિયામાં સૌથી વધુ કામ કરનારાઓમાં યુનાઈટેડ આરબ અમીરાતના લોકોનો સમાવેશ થાય છે અને અહીં લોકો આખા અઠવાડિયામાં લોકો સરેરાશ 52.6 કલાક કામ કરે છે. આ રિપોર્ટ અનુસાર ચીનમાં લોકો દર અઠવાડિયે 46 કલાક કામ કરે છે જ્યારે અમેરિકામાં આ પ્રમાણ 37 કલાકનો છે. યુકે અનમે ઈઝરાયલમાં 36 કલાક કામ કરે છે.

હવે તમને થશે કે આ બધામાં ભાઈ ભારતીયોનો નંબર ત્યાં આવે, તો એ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ. પીરિયોડત લેબર ફોર્સ સર્વે દ્વારા આપવામાં આવેલા આંકડાઓ પ્રમાણે દેશમાં સેલરી ક્લાસ અને રેગ્યુલર વેજના કર્મચારીઓ અઠવાડિયામાં 48 કલાકથી વધુ કામ કરે છે અને આટલા લાંબા સમય સુધી કામ કર્યા બાદ પણ ભારતીયો કંઈ ખાસ નથી કમાવી લેતા. સરકારી આંકડાઓ અનુસાર દરેક ભારતીયની સરેરાશ વાર્ષિક આવક રૂપિયા 1,70,620 રૂપિયા એટલે દર મહિનાના 14,218 રૂપિયા જેટલી જ છે.

ભાઈસાબ આ આંકડા વાંચીને ચોંકી ગયા ને? આટલા કલાકો મહેનત અને પરસેવો પાડ્યા પછી પણ હાથમાં આવે શું? આટલું જ?

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…