Hitmanની એ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ, તમે જોઈ કે નહીં?
મુંબઈઃ મુંબઈની હવાની ગુણવત્તા સતત કથળી રહી હોઈ જે આંકડાઓ સામે આવી રહ્યા છે એ ખરેખર ચિંતા કરાવે એવા છે, હાલમાં મુંબઈની હવા એટલી બધી ખરાબ છે કે દિલ્હીની હવા સારી છે. મુંબઈગરા તો આ સ્થિતિને લઈને ચિંતિત છે જ પણ ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પણ ચિંતિત છે અને તેણે પોતાની આ ચિંતા ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી પોસ્ટ કરીને વ્યક્ત કરી છે. આ સોશિયલ મીડિયા પોસ્ટ હાલમાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે.
મુંબઈમાં હવાની સ્થિતિ અને પ્રદૂષણનું પ્રમાણ કેટલી હદે ચિંતાજનક છે એ જણાવતો એક ફોટો રોહિત શર્માએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કરી છે અને એવો સવાલ પણ પૂછ્યો છે મુંબઈમાં આ શું ચાલી રહ્યું છે?
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા તેની આગામી મેચ માટે મુંબઈ આવી છે. વાનખેડે સ્ટેડિયમમાં ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે આગામી મેચ રમાવવાની છે. વિમાનમાંથી રોહિત શર્માએ આ ફોટો ક્લિક કર્યો છે અને પોસ્ટ કર્યો છે. આ ફોટો પોસ્ટ કરવાની સાથે સાથે જ રોહિત શર્માએ માસ્ક પહેરેલો ઈમોજી પણ શેર કર્યો છે.
સીપીસીબી દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસા મંગળવારે સવારે મુંબઈમાં એક્યુઆઈ 161 નોંધાયો હતો, જે મધ્યમ શ્રેણીમાં આવે છે. મુંબઈમાં બીકેસીમાં સૌથી વધુ ખરાબ જોવા મળી હતી.
મુંબઈમાં કથળી રહેલી હવાની ગુણવત્તા કથળી હોવાની ફરિયાદ કરનાર રોહિત શર્મા એકલો ખેલાડી નથી. આ પહેલાં જો રૂટે પણ દક્ષિણ આફ્રિકા અને ઈંગ્લેન્ડના ખેલાડીઓને પણ મેચ રમતી વખતે કેટલી ગરમી અને આદ્રર્તાનો સામનો કરવો પડ્યો હતો એ અંગે ફરિયાદ કરી હતી.
તેણે વધુમાં એવું પણ જણાવ્યું હતું કે હું આવા વાતાવરણમાં ક્યારેય રમ્યો નથી. ચોક્કસ જ મેં આના કરતા વધુ ગરમ અને આદ્રર્તા ધરાવતા ઠેકાણે રમ્યો છું પણ આ વખતે તો મને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. એવું લાગી રહ્યું હતું કે જાણે તમે હવા જ ખાઈ રહ્યા છે.
જો રુટે આદિલ રશિદ પણ બોલિંગ કરતી વખતે મોંમાંથી અવાજ કરી રહ્યો હતો અને એને પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હોવાનો દાવો કર્યો હતો. હવે જોઈએ મુંબઈના આ ખરાબ ગુણવત્તાવાળી હવાની આગામી મેચ પર કેવી અને શું અસર જોવા મળે છે.
also read this
હાર્યા બાદ પહેલી વખત સોશિયલ મીડિયા પર આવ્યો હિટમેન અને…