આ ખેલાડી સાબિત થઈ રહ્યો હિટમેન રોહિત માટે ટેન્શન, શું કરશે કેપ્ટન?
નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડકપ-2023ના પોઈન્ટ ટેબલમાં સૌથી આગળ છે અને અત્યાર સુધી રમાયેલી બધી મેચમાં ટીમ ઈન્ડિયાએ જિત હાંસિલ કરી છે. ટીમ ઈન્ડિયાના આટલા શાનદાર પ્રદર્શન બાદ પણ રોહિત શર્માને ટીમ ઈન્ડિયાના એક ખેલાડીનું પર્ફોર્મન્સ ટેન્શન આપી રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ટીમ ઈન્ડિયા અત્યાર સુધી છ મેચ રમી ચૂકી છે અને આ તમામ મેચમાં ટીમનું આ ધમાકેદાર પર્ફોર્મન્સ જોતા સેમિફાઈનલમાં તેનું પહોંચવું નક્કી જેવું જ છે. પરંતુ આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાનો એક પ્લેયર કેપ્ટન રોહિત શર્મા માટે ચિંતાનું કારણ બની ગયો છે. આ ખેલાડી અત્યાર સુધીના મેચમાં ફ્લોપ રહ્યો હોવા છતાં પણ રોહિતે તમામ મેચમાં તેને ચાન્સ આપ્યો છે.
આવી પરિસ્થિતિમાં નોકઆઉટ મેચની તૈયારી માટે ટીમ ઈન્ડિયા માટે આગામી તમામ મેચ મહત્ત્વની બની ગઈ છે, એટલે રોહિત શર્મા શું પગલું લે છે જોવાનું મહત્વનું સાબિત થશે. હવે તમને થશે કે આખરો કોણ છે એ ખિલાડી તો આવો તમને જણાવીએ.
આ ખેલાડી બીજો કોઈ નહીં પણ શ્રેયસ અય્યર છે. શ્રેયસ અય્યર છ મેચ બાદ પણ હજી સુધી તેના ફોર્મમાં પાછો ફર્યો નથી, તેમ છતાં તેને દરેક મેચમાં ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. નોકઆઉટ મેચ પહેલાં ટીમ ઈન્ડિયાનું ફોર્મમાં આવવું ખૂબ જ જરૂરી છે.
શ્રેયસ અય્યરે અત્યાર સુધીની રમાયેલી મેચમાં 33.50ની એવરેજ પર માત્ર 134 રન જ બનાવી શક્યો છે. એટલું જ નહીં પણ તેણે એક જ હાફ સેન્ચ્યુરી ફટકારી છે. રવિવારે ઈંગ્લેન્ડ સામે રમાયેલી મેચમાં પણ શ્રેયસ 16 બોલમાં ચાર જ રન બનાવીને પેવેલિયન ભેગો થયો હતો. બસ શ્રેયસ અય્યરનું આ પર્ફોર્મન્સ જ ટીમ ઈન્ડિયા માટે અને કેપ્ટન રોહિત શર્મા માટે ચિંતાનું કારણ બની રહ્યું છે.
જોઈએ હવે નોકઆઉટ મેચમાં રોહિત શર્મા શું રણનીતિ બનાવે છે અને શું દર્શકો ફરી એક વખત અય્યરને ફોર્મમાં રમતો જોઈ શકશે કે નહીં?