પીએમ મોદીએ ગુજરાતને આપી હેરિટેજ ટ્રેનની ભેટ, જાણો રજવાડી ટ્રેનની વિશેષતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે દેશને પ્રથમ હેરિટેજ ટ્રેનની ભેટ આપી છે. વડોદરા ડિવિઝનની પ્રથમ હેરિટેજ ટ્રેનને પીએમ મોદીએ લીલીઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેવા માગતા પ્રવાસીઓ માટે આ એક વિશેષ નજરાણું છે. આ એક ઇલેક્ટ્રીક ટ્રેન છે જેને રજવાડી ઇન્ટિરીયર સાથે સ્ટીમ એન્જીનનો લુક આપવામાં આવ્યો છે. આવો જાણીએ પ્રવાસીઓને આ ટ્રેનમાં શું ખાસ સુવિધાઓ આપવામાં આવશે..
આ એક નોનસ્ટોપ ટ્રેન હશે જે દર રવિવારે અમદાવાદથી એકતાનગર અને એકતાનગરથી અમદાવાદ દોડશે. 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડનારી આ ટ્રેનમાં કુલ 4 કોચ છે, જેમાં 144 મુસાફરો બેસી શકશે.
ખાસ આકર્ષણ છે ટ્રેનમાં જમવાની સુવિધા, એટલે કે આ ટ્રેનમાં કુલ 28 પ્રવાસીઓની ક્ષમતા ધરાવતી એસી રેસ્ટોરાં છે. જેમાં ચાલુ પ્રવાસે લોકો ભોજનની સુવિધા માણી શકશે.
આ ટ્રેન કુલ 182 કિલોમીટરનો પ્રવાસ ખેડશે અને અંદાજે 3થી સાડા ત્રણ કલાકમાં અમદાવાદ/એકતાનગર પહોંચાડશે. પ્રવાસનું ભાડું 800 રૂપિયાની આસપાસ રહેવાની શક્યતાઓ છે. આગામી 5 નવેમ્બરથી નિયમિતપણે આ ટ્રેન શરૂ થશે, જે દર રવિવારે અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને 9:50 વાગ્યે એકતાનગર પહોંચાડશે, અને એકતા નગરથી રાત્રે 8.23 વાગ્યે ઉપડશે અને મધરાતે 12.05 વાગ્યે અમદાવાદ પહોંચશે.
અન્ય વિશેષતાઓ પર નજર કરીએ તો.. આ ટ્રેનનો લુક એક પ્રકારે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઇ પટેલને અંજલિ છે.. કારણકે તેમના કારણે જ આઝાદીના સમયે 500થી વધુ રાજા-રજવાડાઓમાં વહેચાયેલો આપણો દેશ એક અખંડ ભારતના રૂપમાં એકતાંતણે બંધાયો હતો. આ ટ્રેનના બહાને સ્ટીમ એન્જિનના ભવ્ય યુગની યાદો પણ તાજી થશે.
ટ્રેનમાં બ્રાન્ડેડ ફિટિંગ સાથે અદ્યતન ટોઇલેટની સુવિધા, ઉપરાંત રેસ્ટોરાંના ડાઈનિંગ ટેબલ સાગના લાકડામાંથી બનાવવામાં આવ્યા છે. જેમાં ગાદીવાળી બેઠકો સાથે 2 સીટર સોફાની વ્યવસ્થા કરાઈ છે. ટ્રેનના વિન્ડો કાચ વિસ્ટા ડોમ જેવા રાખવામાં આવ્યા છે. ગેજ રેક વ્યવસ્થા તેજસ એક્સપ્રેસના કોચ જેવી છે. અને દરવાજા પણ ઈલેક્ટ્રિકલી ઓપરેટેડ સ્લાઈડિંગ પ્રકારના રાખવામાં આવ્યા છે. આમ વિન્ટેજ લુક સાથે શાહી સવારીનો આનંદ આ ટ્રેનમાં માણવા મળશ