નેશનલ

બીલ મંજૂર કરવામાં વિલંબ બાબતે તમિલનાડુ સરકાર રાજ્યપાલ સામે સુપ્રીમ કોર્ટમાં પહોંચી

તમિલનાડુ સરકાર અને રાજ્યપાલ આરએન રવિ વચ્ચે ફરી એકવાર સંઘર્ષ વધી રહ્યો છે. તમિલનાડુ સરકાર બિલ પર સહી કરવામાં વિલંબ કરવા બાબતે રાજ્યપાલ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. રાજ્યપાલ આરએન રવિ પર મંજુરી માટે મોકલવામાં આવેલા બિલ પર નિર્ણય લેવમાં જાણી જોઈને વિલંબ કરવાનો આરોપ લગાવતા સરકારે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. સરકારે કોર્ટને અપીલ કરી છે કે રાજ્યપાલને બિલને સંમતિ આપવા અથવા ચોક્કસ સમય મર્યાદામાં તેનો નિકાલ કરવાનો નિર્દેશ આપે.

તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટને કરેલી અરજીમાં દાવો કર્યો છે કે રાજ્યપાલ રાજ્ય વિધાનસભા દ્વારા મોકલવામાં આવતા બિલો અને આદેશોને સમયસર મંજૂરી આપતા નથી. સરકારે કહ્યું કે 12 બિલ, ચાર કાર્યવાહીની મંજૂરી અને 54 કેદીઓની સમય પહેલા મુક્તિ સંબંધિત ફાઇલો હાલમાં રાજ્યપાલ રવિ પાસે પેન્ડિંગ છે. સ્ટાલિન સરકારે ગવર્નર પર “લોકોની ઇચ્છાને નબળી પાડવા” અને “ઔપચારિક વડાના પદનો દુરુપયોગ” કરવાનો આરોપ પણ મૂક્યો હતો.

આ પહેલીવાર નથી કે જ્યારે મુખ્ય પ્રધાન અને રાજ્યપાલ વચ્ચે કોઈ મુદ્દે ઘર્ષણ થયું હોય. આ પહેલા પણ પેન્ડિંગ બિલો, સ્ટાલિનની વિદેશ મુલાકાતો, સરકારના દ્રવિડિયન મોડલ અને રાજ્યના નામ પરની રાજ્યપાલની ટિપ્પણીઓ અંગે મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિન અને કેન્દ્ર સરકાર નિયુક્ત રાજ્યપાલ રવિએ લઈને ઘર્ષણ થયું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button