આમચી મુંબઈ
આજની પેઢીને ‘રામાયણ’ના વિચારોથી અવગત કરાવવાનો પ્રશંસનીય પ્રયાસ
મુંબઈ: આજની ગેજેટ પેઢી ફક્ત મોબાઇલમાં વસેલી છે. એક જમાનામાં ‘રામાયણ’નો કાળ હતો, જ્યારે રવિવારે રામાયણ સિરિયલના સમયે રસ્તાઓ પર સન્નાટો છવાઇ જતો હતો. રામાયણના વિચારોથી આજના યુવાનોને અવગત કરાવવા માટે કાંદિવલી ઠાકુર કોમ્પ્લેક્સની બ્લુ હેવન અને ગ્રીન ફિલ્ડ સોસાયટીઓ દ્વારા બાળકો-યુવાનો પાસે રામલીલાનું નાટ્ય રૂપાંતર કરાવ્યું હતું. ૩૨ બાળકોએ મળીને અદ્ભુત પ્રદર્શન કરતાં રામાયણનો સાર અને તેના નાના-મોટા પ્રસંગોની રજૂઆત કરી હતી.
અયોધ્યામાં રામમંદિર તૈયાર થવાની આરે છે તેથી આપણા હિન્દુત્વનો પાયો રામાયણ છે એ વિશે બાળકોને અવગત કરાવવાનું જરૂરી છે ત્યારે આ સોસાયટીઓ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ પ્રશંસનીય છે.