નેશનલ

કાંદાનો કકળાટઃ ટૂંક સમયમાં જ સેન્ચ્યુરી ફટકારશે….

નવી દિલ્હીઃ દેશભરમાં કાંદાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે અને થોડાક દિવસ પહેલાં જ ટામેટાંનો જે હાલ હતો એ જ હાલ કાંદાનો થવા જઈ રહ્યો છે કારણ કે દેશમાં અમુક જગ્યાએ કાંદાના ભાવે 100ને પાર પહોંચી ગયા છે.

કાંદા લોકોને રડાવી રહ્યા છે, કારણ કે કાંદાની કિંમતમાં અચાનક ભાવ વધી ગયો છે. દેશની રાજધાની દિલ્હીમાં આજે કાંદાનો ભાવ 80 રૂપિયા પર પહોંચી ગયો છે. એવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે તે આગામી દિવસોમાં 100 રૂપિયા કિલોના પાર પહોંચી જશે. રાજધાની દિલ્હીની ગાજીપુર માર્કેટમાં 23મી ઓક્ટોબરના એટલે કે દયા અઠવાડિયે હોલસેલ માર્કેટમાં કાંદાનો ભાવ 30-35 રૂપિયા કિલો જેટલો હતો અને થોડાક જ સમયમાં એ ભાવ વધીને 45થી 60 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે.

રિટેઈલ માર્કેટની વાત કરીએ તો રિટેઈલ માર્કેટમાં કાંદાની કિંમતો 80થી 100 રૂપિયા કિલો પર પહોંચી ગઈ છે. વેપારીઓનું એવું કહેવું છે કે લોકલ માર્કેટમાં કાંદાની આવકમાં વધારો થતાં જ આ સ્થિરતા ભલે જોવા મળી રહી છે, પણ આ સ્થિરતા લાંબો સમય ટકે એવી નથી. દરરોજ કાંદાના ભાવમાં આશરે 20 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

આવો જોઈએ કયા શહેરમાં કાંદાના ભાવ કેટલા છે?
દિલ્હીઃ 80 રૂપિયા કિલો
જયપુરઃ 80 રૂપિયા કિલો
ચંદીગઢઃ 80 રૂપિયા કિલો
ભોપાલઃ 80 રૂપિયા
મુંબઈઃ 75 રૂપિયા કિલો
લખનઊઃ 70 રૂપિયા કિલો
પટણાઃ 70 રૂપિયા કિલો
કોલકતાઃ 75 રૂપિયા કિલો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button