જૈન મરણ
ઝાલાવાડી વિશા શ્રીમાળી સ્થા. જૈન
વઢવાણ, હાલ અંધેરી કેતનભાઈ (ઉં.વ. ૫૭), તે સ્વ. કાન્તાબેન જશવંતલાલ છોટાલાલ શાહના સુપુત્ર. રીટાબેનના પતિ. પૂર્વીબેન પંકજભાઈ ગાંધી, શીલાબેન, જયના, યતિનભાઈના ભાઈ. મગનલાલ રૂપચંદ પુનાતરના જમાઈ. ખુશ્બુ, સૌમિક, ઉમંગ, દ્રષ્ટિ, ગૌરવ, ખુશી, દેવના પપ્પા. રવિવાર, તા. ૨૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા મંગળવાર, તા. ૩૧-૧૦-૨૩ના ૪ થી ૫.૩૦, વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, વિલેપાર્લે વેસ્ટ. ચક્ષુદાન કરેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
રામાણીયાના હરખચંદ માવજી સાવલા (ઉં. વ. ૮૦) તા. ૨૭-૧૦ના અવસાન પામેલ છે. લાડબાઇ માવજીના પુત્ર. નયના (નાનબાઇ)ના પતિ. રાકેશ, સ્વ. રાહુલ, હેતલના પિતાજી. મુલચંદ, કાંતી, વસંત, લહેરચંદ, નવિન, કિશોર, કાંડાગરા રતન રતનશી, પત્રી ચંદ્રીકા જયંતી, મો. આસંબીયા શીલા પ્રકાશના ભાઇ. ગેલડા વેજબાઇ ડુંગરશીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. નયના સાવલા, રીધ્ધી સીધ્ધી, ગોરાઇ રોડ, બોરીવલી (પ).
પત્રીના ઝવેરબેન ધનજી સાવલા (ઉં. વ. ૯૫) તા. ૨૮-૧૦ના અવસાન પામેલ છે. રવજી જાદવના પુત્રવધૂ. સ્વ. ધનજીના પત્ની. જયંતીલાલ, જેવંતી, સ્વ. જીતેન્દ્ર, જેષ્ટા, પ્રફુલના માતુશ્રી. ગુંદાલાના લક્ષ્મીબેન ઠાકરશી જાદવના પુત્રી. મુંદ્રાના મકાબાઇ ખીમજી, વડાલાના નાનબાઇ દામજી, પ્રાગપુરના કેસરબેન વેલજી, બારોઇના સાકરબેન ભવાનજી, વડાલાના રતનબેન જગશી, રેવંતીબેન હરીલાલ, મેઘજી, જીવરાજના બેન. પ્રાર્થના રાખેલ નથી. પ્રફુલ સાવલા, એ-૧૧૦૬, ફ્લોરા એન્કલેવ, કાર્ટર રોડ નં. ૯, બોરીવલી (પૂર્વ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
દાઠા, (હાલ મલાડ ) સ્વ. સુશીલાબેન બાવચંદ ત્રિભોવનદાસ દેાશીના સુપુત્ર રાકેશ (બુધેશ) (ઉં. વ. ૫૭) તા. ૨૮/૧૦/૨૦૨૩ શનિવાર સ્વર્ગવાસ પામેલ છે. તે રિદ્ધિના પતિ. સ્વ ચંદુભાઈ, ગજરાબેન, ભારતીબેન, માયાબેન, વિભૂતિ (ટીકુબેન) ઇલાબેનના ભાઈ. પૂનમચંદ ત્રિભોવનદાસના ભત્રીજા. મોસાળ: ફુલચંદ ઝવેરચંદ મહેતા (જેસર રાજપરા)ના ભાણેજ. પિયર પક્ષે આત્મારામ તાતોજીરાવ કદમના જમાઈ તેમના સ્વર્ગવાસ નિમિત્તે શુક્રવાર, તા. ૩/૧૧/૨૦૨૩ના સવારે ૧૦:૦૦ શ્રી પંચ કલ્યાણકની પૂજા રાખેલ છે. શ્રી શીતલનાથ જૈન દેરાસર, ધનજી વાડી મલાડ (ઇસ્ટ).
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ડેડાણ હાલ મલાડ સ્વ. ભુપતરાય મોતીચંદ ગાંધીના સુપુત્ર અનંતરાય (અન્તુભાઇ) (ઉં. વ. ૮૭) તા. ૨૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે વિલાસબેનના પતિ. મનીષ, દિપ્તી જયેશ મહેતા, નેહલ જિગેશ દેસાઇના પિતાશ્રી. વંદનાના સસરા. સ્વ. કાંતિલાલ, સ્વ. નાનાલાલ, સ્વ. શાંતાબેન દોશી, સ્વ. જેકુરબેન શેઠ, સ્વ. પ્રભાબેન મગીયા, સ્વ. લાભુબેન ફીફાદરાના ભાઇ. તે સસરા પક્ષે અગાસી નિવાસી અમૃતલાલ તારાચંદ શાહના જમાઇ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
વાગડ વિ. ઓ. જૈન
ગામ આધોઇના સ્વ. નવલબેન ચરલા (ઉં. વ. ૭૫) તા. ૨૬-૧૦-૨૩ના અવસાન પામેલ છે. સ્વ. મગીબેન ગુણશી ધનજીનાં દીકરી. અર્ચનાનાં માતુશ્રી. આધોઇનાં નેમચંદ આશધીર ફરીયાનાં સાસુ. રિંકેશ, નમીતાનાં નાનીમાં. હિનાનાં નાની સાસુ. પ્રાર્થના રાખેલ નથી. લૌકિક વ્યવહાર બંધ છે. બરવિધી રાખેલ છે. ઠે. એફ-૧૦, નવાબ મંજીલ ચાલ, અતુલ ટાવરની ગલીમાં, કાંદિવલી (વેસ્ટ).
વાગડ વિ. ઓ. જૈન
ગામ ભચાઉ (નવાગામ)ના સ્વ. રાયશ ભચુ છેડા (ઉં. વ.૭૩) તા. ૨૮-૧૦-૨૩ના મુંબઇ મધે અવસાન પામેલ છે. સ્વ. મુરઇબેન કારા છેડાના સુપૌત્ર. સ્વ. પુંજીબેન ભચુ કારા છેડાના સુપુત્ર. સ્વ. ગુણવંતીબેનના પતિ. જયોતિ, જસ્મીન, ચંદ્રેશના પિતાશ્રી. જયેશ, દેવેન્દ્ર, નયનાના સસરા. ગામ ખારોઇ ડાઇબેન થાવર જીવરાજ ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. ઠે. એ-૪૦૨, ગોવર્ધન કોમ્પ્લેક્સ, ગુફારોડ, જોગેશ્ર્વરી (ઇસ્ટ).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
વલ્લભીપુર, હાલ મલાડ સ્વ. કાળીદાસ બેચરદાસ ગાંધીના સુપુત્ર સ્વ.મહેન્દ્રભાઇના ધર્મપત્ની નિકીતાબેન (ઉ. વ. ૬૩) તા. ૨૭-૧૦-૨૩ના શુક્રવારે અરિહંતશરણ પામેલ છે. ઋષભ, હિરલ, હર્ષિલકુમાર દોશીના માતુશ્રી. પાયલના સાસુ. દક્ષાબેન પ્રતાપરાય વારૈયાના ભાભી. પિયર પક્ષે સ્વ. બાબુલાલ શામજી શાહ કંકુવાળા હાલ ભાવનગરની સુપુત્રી. માતૃવંદના તા. ૨-૧૧-૨૩ના ગુરુવારના ૧૦થી ૧૨. ઠે. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ૪થે માળે, એસ. વી. રોડ, કાંદિવલી (વેસ્ટ).
ઝાલાવાડી સ્થાનકવાસી દશા શ્રીમાળી જૈન
જોરાવરનગર હાલ અમેરિકા ચંદ્રવદનભાઇ શાહ (દોઢીવાલા) (ઉં. વ. ૭૫) તા. ૨૬-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કમળાબેન ગીરધરલાલ પ્રાણજીવનદાસ (દોઢીવાલા)ના સુપુત્ર. જયોતિબેનના પતિ. તથા પારસ, પ્રિયાના પિતાશ્રી. સ્વ. હિંમતલાલ, સ્વ. વિમલાબેન, સ્વ. મહાસુખભાઇ, સ્વ. અનંતભાઇ, સ્વ. યશવંતરાય, સ્વ. રજનીકાંતભાઇ, અનિલભાઇ, ધર્મેન્દ્રભાઇ, સુરેશભાઇના ભાઇ. વઢવાણ નિવાસી હાલ જુહુ સ્કીમ પાર્લા, ગં. સ્વ. જયાબેન ત્રંબકલાલ ખીમચંદ શાહ (સોગઠી)ના જમાઇ. કિરીટભાઇના બનેવી. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
સાવરકુંડલા નિવાસી, હાલ કાંદિવલી સ્વ. શાંતિલાલ હરજીવનદાસ મગીયાના ધર્મપત્ની ગં. સ્વ. વિમળાબેન શાંતિલાલ મગીયા, તે દીપકભાઇના માતુશ્રી. તા. ૨૯-૧૦-૨૩ના અરિહંતશરણ પામેલ છે. લૌકિક વ્યવહાર
બંધ છે.