તરોતાઝા

દર્દો વકરવાની સંભાવના રહેલી છે, તેથી વધારે ને વધારે પાણી પીવું

આરોગ્યનાં એંધાણ – જ્યોતિષી આશિષ રાવલ

આ સપ્તાહમાં ગ્રહમંડળમાં આરોગ્યદાતા સૂર્ય તુલા રાશિ, મંગળ- તુલા રાશિ, બુધ-તુલા રાશિ પ્રવેશ તા.૬ વૃશ્ર્ચિક ૧૬.૩૦ કલાકે પ્રવેશ ગુરુ-મેષ વક્રીભ્રમણ, શુક્ર-સિંહ રાશિ તા.૩ ક્ધયા રાશિ સવારે ૪.૧૫ કલાકે

શનિ-કુંભ (સ્વગૃહી) વક્રીભ્રમણ, રાહુ-મેષ વક્રીભ્રમણ, કેતુ-તુલા વક્રીભ્રમણ રાશિમાં રહેશે.
આ સપ્તાહમાં બે ગ્રહોનું રાશિ પરિવર્તન સાથે ગુરુ, શનિ વક્રીભ્રમણ સાથે રાહુ, કેતુ હંમેશાં વક્રી ભ્રમણ કરતાં હોય, તુલા સંક્રાંતિનો સંયોગ હોવાથી ગુપ્તાંગ રોગો, મહિલાઓના દર્દો વકરવાની સવિશેષ સંભાવના રહેલી છે. વધારે ને વધારે પાણી પીવું, બજારુ નાસ્તો ટાળવો. સમયસર ઊંઘ લેવી આરોગ્ય માટે હિતાવહ રહેશે. યુવાવર્ગ પ્રેમ-સંબંધમાં ખટરાગના બનાવો બનવાથી માનસિક હતાશા વધી શકે.

મેષ રાશિ (અ, લ, ઇ)
અકારણ ભૂખ ઓછી લાગે. પ્રવાહી ચીજવસ્તુઓ ખાવાનું વધુ મન થાય. રાત્રિના સમયે મોડી ઊંઘ આવે તેને કારણે માનસિક, ઉદ્વેગ અશાંતિ વધે. ઊંઘમાં રાત્રે ઝબકી જવાય. સવાર-સાંજ ગાયત્રી મંત્રના જાપ કરવાથી વિશેષ સારું. ગુરુવારનું એકટાણું કરવું.

વૃષભ રાશિ (બ, વ, ઉ)
ગળામાં બળતરા તેમ જ આંખોમાં પાણી વારંવાર નીકળે. સપ્તાહના અંતે ગેસ, કબજિયાતની તકલીફો આવે. કુળદેવીને સંધ્યા સમયે ધૂપ-દીપ કરીને આરતી ગાન કરશો.

મિથુન રાશિ (ક, છ, ઘ)
શરીરમાં અશક્તિ જણાય તેમ જ તાવ, શરદી, ઉધરસની અસર સતત જણાય. બહારનું ખાવાનું ટાળજો તેમ જ વાસી ખોરાક ન લેશો. ઇષ્ટદેવનો શુદ્ધ ઘીનો દીપ પ્રગટાવી મનોમન પ્રાર્થના કરશો.

કર્ક (ડ, હ)
તાવ, શરદી, કફની સમસ્યાઓ વધી શકે. બજારો ચીજવસ્તુઓ ખાવાથી વધુ તબિયત કથડે. માતાજીના મંદિરમાં ફૂલનો હાર અવશ્ય ચડાવશો.

સિંહ (મ,ટ)
પેટમાં સતત દુખાવો રહ્યા કરે. ફક્ત આયુર્વેદિક દવા કરશો. સપ્તાહના અંતે નેત્રપીડા થવાની સંભાવના રહેલી છે. આદિત્યનારાયણને શુદ્ધ જળમાં કંકુ નાખીને અર્ધ્ય આપશો.

ક્ધયા (પ, ઠ, ણ)
કમરની તકલીફ જણાય. ખાટા ઓડકાર વારંવાર આવી શકે. ઊંઘ આહાર સમયસર કરશો. સવાર સાંજ યોગ પ્રાણાયામ કરશો.

તુલા (ર, ત)
કીડની સંબંધિત આરોગ્ય બગાડે. આંખોમાં બળતરા રહ્યા કરે. બહારનું પાણી, ચીજ-વસ્તુ ખાશો નહીં. ગાયત્રી મંત્ર કે ચાલીસાના પાઠ કરશો.

વૃશ્ર્ચિક (ન,ય)
મનોઇચ્છિત કામો ન થવાને કારણે માનસિક સ્થિતિ બગડે, જેને કારણે તબિયત પર અસર પડે. આંખોમાં ઓપરેશન આવી શકે. હિત શત્રુથી ચેતવું નહીંતર તબિયત બગાડે. રાત્રિના સમયે શક્ય હોય તો એક કલાક મૌન પાળશો.

ધન ( ભ, ધ, ફ, ઢ)
ડાયાબિટીસ નોર્મલ થશે. શાથળ ઉપર અગાઉ થયેલ દુખાવામાં રાહત થાય. નિત્ય ઈષ્ટદેવના સ્મરણ સાથે ગુરુમંત્રનો જાપ અવશ્ય કરશો.

મકર (ખ, જ)
આંખોમાં અંધાર આવે. સ્નાયુઓને લગતી તકલીફ વધે. જૂના હઠીલા રોગો ફરીથી ઊથલો મારે. હનુમાનજીને કાચા તેલનો દિપક સાથે હનુમાન ચાલીસાના પાઠ કરવા ગરીબોને યથાશક્તિ મદદ કરવી.

કુંભ (ગ, શ, સ)
સપ્તાહની શરૂઆતથી જ સ્ફૂર્તિનો અભાવ જોવા મળે. માનસિક સ્થિતિ ડામાડોળ થવાથી બીજી બીમારીઓ આવી શકે. મહાદેવજીના દર્શન તેમ જ જળાભિષેક કરવો ઉત્તમ બની રહેશે. પશુ-પંખીને દરરોજ પાણી સાથે ચણ નાખશો.

મીન (દ, ચ, ઝ, થ)
પગના તળિયામાં બળતરાઓ વધી શકે. અપચો, અર્જીણની ફરીયાદ રહે. સૂર્યોદય સમયે શુદ્ધ જળનો અર્ધ્ય અવશ્ય આપશો અને સૂર્ય નમસ્કાર કરશો. આદિત્ય નારાયણ સ્તોત્ર કરશો.

આવનાર દિવાળીના ગણતરીના દાડા હોવાથી ઘર-ઑફિસ સફાઈ કરવાથી તાવ, શરદી, ઉધરસના દર્દો આવી શકે માટે યોગ્ય કાળજી રાખશો. સપ્તાહના અંતે શ્ર્વાસ પીડિત દર્દીઓ માટે વધુ કપરો સમય બની શકે. ગરમા ગરમ નાસ્તો કરશો. વાહન ચલાવામાં ઉતાવળ કરશો નહીં. નાના બાળકો સાથે ભીડ-ભાડવાળી જગ્યાએ જવું નહીં.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?