IPL 2024સ્પોર્ટસ

AFG vs SL: લંકન પર હાવિ થયા અફઘાનો, શ્રી લંકા 241 રનમાં ઓલઆઉટ

પુણેઃ વન-ડે વર્લ્ડ કપ 2023ની 30મી મેચમાં આજે અફઘાનિસ્તાન સામે શ્રીલંકાની મેચ હતી. વર્લ્ડ કપની 30મી મેચમાં શ્રી લંકાને 49.3 ઓવરમાં ઓલઆઉટ કર્યું હતું, જેથી હવે અફઘાનિસ્તાનને જીતવા માટે 242 રન કરવાના રહેશે.

આખી ઈનિંગમાં સૌથી શ્રેષ્ઠ બોલિંગ ફારુખીએ નાખી હતી, જેમાં 10 ઓવરમાં ચાર વિકેટ લીધી હતી, જ્યારે 3.40 રનના રેટથી 34 રન આપ્યા હતા. અહીં રમાયેલી મેચમાં પ્રથમ બેટિંગ કરી શ્રી લંકાની ટીમ 49.3 ઓવરમાં 241 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. અફઘાનિસ્તાનના કેપ્ટન હશમતુલ્લાહ શાહિદીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.


અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. શ્રીલંકા તરફથી પથુમ નિસાંકાએ 46 રન, શ્રી લંકાના સુકાની કુસલ મેન્ડિસે 39 રન, સદિરા સમરવિક્રમાએ 36 રન, એન્જેલો મેથ્યુસે 23 રન અને મહેશ તિક્ષ્ણાએ 29 રન કર્યા હતા.


શ્રી લંકાના ઘણા બેટ્સમેનોએ સારી શરૂઆત કરી હતી, પરંતુ અફઘાનિસ્તાનના બોલરોએ કોઈને મોટી ઈનિંગ્સ રમવા દીધી નહોતી. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ ચાર વિકેટ ઝડપી હતી. મુજીબ ઉર રહેમાનને બે વિકેટ મળી હતી. અઝમતુલ્લાહ અને રાશિદ ખાનને એક-એક વિકેટ મળી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button