આમચી મુંબઈ

મુંબઈગરા, પાણી સંભાળીને વાપરજો, નહીંતર…

મુંબઈ: કલ્યાણ-ડોંબિવલી પાલિકાનું બાર્વી ડેમ, મોહિલી ખાતે જળશુદ્ધિકરણ કેન્દ્રની દેખભાળ અને સમારકારનું કામ હાથ ધરાવવાનું હોઈ મંગળવારે સવારે નવથી રાતે નવ વાગ્યા સુધી કલ્યાણમાં પાણી પુરવઠો બંધ રહેશે, એવી માહિતી પાલિકાના પાણી પુરવઠા વિભાગના અધિકારી દ્વારા આપવામાં આવી હતી.

આ પાણીકાપને કારણે કલ્યાણ ઈસ્ટ-વેસ્ટ, કલ્યાણ ગ્રામીણ વિસ્તારમાં ટિટવાલા, આંબિવલી, વડવલી, શહાડ અને અટાળી વિસ્તારમાં પાણી નહીં આવે. મંગળવારના આખો દિવસ કામ ચાલવાનું હોવાને કારણે બીજા દિવસે આ વિસ્તારમાં ઓછા દબાણથી પાણીપુરવઠો થવાની શક્યતા છે. નાગરિકોને પૂરતો પાણીપુરવઠો કરી રાખવાનું આહ્વાન પણ પાલિકા દ્વારા કરવામાં આવ્યું છે.


આ ઉપરાંત આવતીકાલે અંધેરી પૂર્વ, અંધેરી પશ્ચિમ, જોગેશ્વરી, ગોરેગાંવ સહિતના કેટલાક વિસ્તારોમાં સવારે 8થી 11 વાગ્યા સુધી પાણીપુરવઠો બંધ રાખવામાં આવશે, એવી માહિતી બીએમસીના અધિકારી દ્વારા આપવામાં આવી છે.
પાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર અંધેરી પૂર્વમાં પાણીની પાઈપલાઈન અને સ્ટ્રક્ચરલ ઓડિટનું કામ 31મી ઓક્ટોબરના રોજ સવારે 8 થી 11 વાગ્યાની વચ્ચે હાથ ધરવામાં આવશે અને પરિણામ સ્વરૂપ આ વિસ્તારમાં 15 કલાક માટે પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.


આ સિવાય અંધેરી ઈસ્ટમાં મહાકાલી કેવ્ઝ નજીક આવેલી રામ્ય જીવન સોસાયટી પાસે નવી 1500 મીમી વ્યાસની પાણીની પાઈપલાઈન અને 1200 મીમી વ્યાસની પાણીની ચેનલ (વર્સોવા આઉટલેટ)ના જોડાણ સંબંધિત કામ કરવામાં આવશે. આ દરમિયાન વેરાવલી જળાશય 1 અને 2 કામ પણ હાથ ધરવામાં આવશે. આ કામ 31મી ઓક્ટોબરના સવારે 8 વાગ્યે શરૂ થશે અને 11 વાગ્યા સુધી ચાલશે.


આ બધા કામને કારણે અંધેરી પૂર્વમાં ત્રિપાઠી નગર, મુનશી કોલોની, બસ્તીવાલા કમ્પાઉન્ડ, કલેક્ટર કોલોની, દુર્ગા નગર, માતોશ્રી ક્લબ, જોગેશ્વરી (પૂર્વ), સરીપુત નગર, દુર્ગા નગર, જોગેશ્વરી (પૂર્વ), દત્ત હિલ, ઓબેરોય સ્પ્લેન્ડર, કેલ્ટીપાડા, ગણેશ મંદિર (JVLR), બાંદ્રેકરવાડી, ફ્રાન્સિસવાડી અને મખરાણી પાડામાં પાણીકામ લાગુ કરવામાં આવશે.


સુભાષ માર્ગ, ચાચા નગર, બાંદ્રા પ્લોટ, હરિ નગર, શિવાજી નગર, પાસ્કલ કોલોની, શંકરવાડી, મેઘવાડી, પંપ હાઉસ, વિજય રાઉત રોડ, પાટીલવાડી, હંજર નગર, કંખાપાડા, પારસી કોલોની, જીજામાતા માર્ગ, ગુંદાવલી ટેકરી, આશીર્વાદ ચૌલ નજીકના વિસ્તારો, સર્વોદય નગર, કોંકણ નગર, વિશાલ હોલ, વર્મા નગર, કામદાર કલ્યાણ, માંજરેકર વાડી, બીમા નગર, ગુંદાવલી, વિલે-પાર્લે પૂર્વ, અમૃતનગર, રામબાગ, ભગત સિંહ અને ચરત સિંહ કોલોની, અંધેરી પૂર્વ, જૂના નાગરદાસ માર્ગ, મોગરપાડામાં પાણીપુરવઠો ખંડિત રહેશે. તેમ જ આ સમયગાળા દરમિયાન નાગરદાસ માર્ગ, પારસી પંચાયત માર્ગ વગેરે જેવા વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ રાખવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?