આપણું ગુજરાત

વડા પ્રધાન મોદીએ માં અંબાના દર્શન કર્યા, મહેસાણામાં જનસભા સંબોધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે છે, લોકસભાની ચૂંટણી પહેલા તેમની આ ગુજરાત મુલાકાત મહત્વની માનવામાં આવી રહી છે. આજે સવારે ચીખલી હેલિપેડ પર તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ તેમણે ગબ્બર ખાતે માં અંબાના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને ગૃહ પ્રધાન હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. ત્યારબાદ વડા પ્રધાને મહેસાણાના ખેરાલુમાં વિશાલ જનસભા સંબોધી હતી.

વડાપ્રધાને મહેસાણામાં 5 હજાર કરોડથી વધુની વિવિધ પરિયોજનાનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું. વડાપ્રધાને જનસભાને સંબોધતા કહ્યું કે, અહીં આવતા પહેલા મને મા અંબાના આશિર્વાદ લેવાનો અવસર મળ્યો. અંબાજી સ્થાનની રોનક જોઇને આનંદ થયો. મા અંબાના આશિર્વાદ હંમેશા આપણા પર બન્યા રહે. ગબ્બર પર્વતનો વિકાસ થઇ રહ્યો છે. ગઇકાલે મેં મન કી બાતમાં પણ તેનો ઉલ્લેખ કર્યો હતો. અભૂતપૂર્વ કામ થઇ રહ્યું છે.

તેમણે કહ્યું કે આજે દુનિયામાં ભારતનો જયજયકાર થઇ રહ્યો છે, તેની પાછળ દેશના જનતાની તાકાત છે, જેમણે દેશમાં સ્થિર સરકાર બનાવી. આપણે ગુજરાતીઓને અનુભવ છે, લાંબા સમયથી ગુજરાતમાં સ્થિર અને પૂર્ણ બહુમતની સરકાર હોવાના કારણે અમે એક પછી એક નિર્ણય કરી શક્યા છે અને તેનો લાભ ગુજરાતની જનતાને મળ્યો.

તેમણે કહ્યું કે ઉત્તર ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં અંધારા હતા, અનેક સમસ્યાઓ હતી. આપણે તેમાંથી બહાર આવ્યા. પહેલા એક પાક માંડ મળતો હતો આજે બે-ત્રણ પાક લઇ શકાય છે. આપણે સંકલ્પ લીધો હતો કે ઉત્તર ગુજરાતનો કાયાકલ્પ કરીશું. આદિવાસી પટ્ટાનો કાયાકલ્પ કરીશું. દરિયા કાંઠાનો કાયાકલ્પ કરીશું. વડાપ્રધાને કહ્યું કે, તાજેતરમાં જ ભારત ચંદ્ર પર પહોંચ્યું. શિક્ષિત-અશિક્ષિત સૌને આ અંગે જાણ છે. જી-20 દુનિયાના લોકોમાં કદાચ આટલી ચર્ચા પહેલા ક્યારેય નહીં થઇ હોય જેટલી ચર્ચા ભારતમાં થઇ છે. શાળાનો એક વિદ્યાર્થી એવો નહીં હોય જેને જી-20ની ખબર નહીં હોય. કદાચ ક્રિકેટના ટી-20ની ખબર ન હોય એવા મળી જશે પણ જી-20ની ખબર ન હોય તેવો એકપણ નહીં મ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button