ઇન્ટરનેશનલ

પાકિસ્તાનના જાણીતા ધાર્મિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્રના મૃત્યુનું ગહેરાતુ રહસ્ય

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના પ્રસિદ્ધ ધાર્મિક વિદ્વાન મૌલાના તારિક જમીલના પુત્ર આસીમ જમીલની પંજાબ પ્રાંતમાં તેમના વતન શહેર તલમ્બામાં અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અસીમને તલમ્બા ગ્રામીણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. પોલીસે રવિવારે ઘટનાની પ્રાથમિક તપાસ બાદ આ જાણકારી આપી હતી.

જોકે, એક અહેવાલ એવા પણ વહેતા થયા છે કે આસીમ જમીલે આત્મહત્યા કરી છે. પંજાબ પોલીસના પ્રવક્તા દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં સૂચવવામાં આવ્યું છે કે મૃત્યુનું કારણ “બંદૂકની ગોળી” સાથે સંબંધિત હોવાનું જણાય છે. મુલ્તાન પ્રાદેશિક પોલીસ અધિકારી (આરપીઓ) સોહેલ ચૌધરીએ ખુલાસો કર્યો હતો કે આસિમે તેના ઘરે એક વ્યાયામશાળાની અંદર “છાતીમાં ગોળી મારી હતી”. તેમણે વધુમાં નોંધ્યું હતું કે, પરિવારના જણાવ્યા મુજબ, અસીમે “આત્મહત્યા” કરી હતી.

પોલીસે દુ:ખદ ઘટનાના પરિવારના વર્ણનને સમર્થન આપતા સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા, જેમાં અસીમ પોતાને છાતીમાં ગોળી મારતો દર્શાવવામાં આવ્યો છે. પાકિસ્તાનના જાણીતા અખબારના અહેવાલ મુજબ, સીસીટીવી ફૂટેજને હવે ફોરેન્સિક વિશ્લેષણ માટે મોકલવામાં આવી રહ્યું છે. મૌલાના તારિક જમીલે સોશિયલ મીડિયા એક્સ પર પુત્રના મૃત્યુની પુષ્ટિ કરી છે અને જણાવ્યું છે કે તેમના પુત્રનું મૃત્યુ “આકસ્મિક મૃત્યુ” હતું.

https://twitter.com/SqdJan/status/1718658989976650134

એમ પણ જાણવા મળ્યું છે કે તે માનસિક હતાશામાં હતો. પોલીસનું કહેવું છે કે આસીમ જમીલે પોતાની પસંદની છોકરી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બાદમાં કોઇક કારણસર બંનેના છૂટાછેડા થઈ ગયા. પોલીસનું એવું માનવું છે કે તેના છૂટાછેડાને કારણે તે માનસિક હતાશામાં હતો, જેના કારણે તેણે કદાચ આત્મહત્યા કરી હોઇ શકે છે. હાલમાં તો આ કેસની તપાસ થઇ રહી છે. તપાસ બાદ જ જાણવા મળશે કે આસીમ જમીલની હત્યા છે કે આત્મહત્યા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button