આમચી મુંબઈ
ડિસેમ્બરની ડેડલાઈન પહેલા ટ્રાન્સ હાર્બર લિંકનું 96 ટકા કામ પૂર્ણ
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઑથોરિટી (એમએમઆરડીએ)એ મુંબઈ ટ્રાન્સ હાર્બર લિંક રોડ (એમટીએચએલ)નું 96 ટકા કામ ડિસેમ્બરની અવધિ (ડેડલાઈન) પહેલા પૂર્ણ કરી દીધું છે. કેટલાક જરૂરી કામ પૂર્ણ થઈ ગયા છે અને હવે વીજળીના થાંભલા, સીસીટીવી કૅમેરા અને ટોલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર જેવા કામને હવે પ્રાધાન્ય આપવામાં આવશે. એમએમઆરડીએના અધિકારીએ જણાવ્યું હતું કે શિવડી વિસ્તાર (શિવડી, શિવાજીનગર અને ચિરલે જંકશન) પાસેના સ્થાનિક માર્ગને જોડતા બધા રેમ્પ તૈયાર થઈ ગયા છે. માર્ગના બીજા કામ અત્યારે ચાલી રહ્યા છે. ચિરલે અને એક્સપ્રેસવે જોડતી વ્યવસ્થા માટે બોલી ચાલી રહી છે. આ પ્રોજેક્ટ માટે 1212 વીજ થાંભલા ઊભા કરવાના છે, જેમાંથી 629 થાંભલા જગ્યા પર તૈયાર છે. ઉ