આમચી મુંબઈ

તેથી અજિત પવાર જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતા નથી: પ્રફુલ પટેલની સ્પષ્ટતા

મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વિભાજન પછી રોજ નવા સમાચાર જાણવા મળે છે, ત્યારે પક્ષના પ્રમુખ અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર બીમાર પડ્યા હોવાથી ડોક્ટરની ટીમ દ્વારા તેમને રેસ્ટ કરવાની સલાહ
આપી છે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી ચીફ મિનિસ્ટર અજિત પવારને ડેન્ગ્યૂ થયો હોવાનું નિદાન થયું છે અને તેમને તબીબોના માર્ગદર્શન હેઠળ રાખવામાં છે અને આગામી થોડા દિવસો આરામ કરવાની સલાહ આપી છે, એમ એનસીપીના સાંસદ પ્રફુલ્લ પટેલે માહિતી આપી હતી.
અજિત પવાર જાહેર કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા નથી એવા મીડિયાના અહેવાલો અંગે પટેલે કહ્યું હતું કે હાલમાં હું એક વાત સ્પષ્ટ કરવા માંગુ છું કે અજિત પવારને ડેન્ગ્યૂ થયો હોવાનું નિદાન થયું છે, તેથી તેઓ આગામી થોડા દિવસો માટે તબીબી માર્ગદર્શન અને આરામની સલાહ આપવામાં આવી છે.
અજિત પવાર તેમની જાહેર સેવાની જવાબદારીઓ માટે પ્રતિબદ્ધ છે. એક વખત તેઓ સંપૂર્ણ સાજા થઈ ગયા પછી તેઓ તેમની કામગીરી ફરી ચાલુ કરશે, એમ
સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં પટેલે લખ્યું હતું.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે બીજી જુલાઈના અજિત પવાર અને અન્ય આઠ વરિષ્ઠ એનસીપી નેતાઓ સાથે એકનાથ શિંદેની આગેવાની હેઠળની રાજ્ય સરકારમાં જોડાયા હતા, જેના કારણે એનસીપીના પ્રમુખ શરદ પવાર સાથે રાજકીય રીતે છેડો ફાડ્યો હતો. જોકે, અજિત પવારનો દાવો છે કે તેમને રાજ્યના 53 એનસીપીના વિધાનસભ્યમાંથી 40થી વધુનું સમર્થન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button