સોમથી શુક્ર: પશ્ચિમ રેલવેના પ્રવાસીઓ માટે કટોકટીના પાંચ દિવસ
રોજની 316 જેટલી લોકલ રદ – ભીડને નિયંત્રણમાં રાખવા વધુ વિશેષ પોલીસ ફોર્સ તહેનાત
મુંબઈ: પશ્ચિમ રેલવેમાં ખાર અને ગોરેગાંવની વચ્ચે આઠ કિલોમીટરની નવી લાઈનના નિર્માણ કાર્ય માટે સાતમી ઓક્ટોબરથી લઈને પાંચમી નવેમ્બર સુધી કામકાજ હાથ ધર્યું છે. આ કામકાજ પૈકી ગયા શુક્રવારથી રોજની 250થી વધુ લોકલ ટે્રન રદ કરવામાં આવતી હતી, પરંતુ સોમવારથી વધુ ટે્રનો રદ થશે. સોમવારથી ટે્રનોમાં વધુ ભીડ સાથે ટ્રાવેલ કરવામાં પ્રવાસીઓને ટે્રનના વિકલ્પ સિવાય અન્ય પરિવહનમાં ટ્રાવેલ કરવાનું હિતાવહ રહી શકે છે.
સોમવારે એટલે આતવીકાલથી 316 જેટલી ટે્રન રદ રહેશે, જેમાં સૌથી વધુ ટે્રન બોરીવલી, અંધેરીનો સમાવેશ થાય છે. પશ્ચિમ રેલવેમાં રોજની 1,300થી વધુ લોકલ ટે્રન દોડાવાય છે, જેમાં સોમવારથી શુક્રવાર સુધીમાં રોજ 316થી વધુ ટે્રન રદ રહેવાને કારણે સૌથી ગીચ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને અવરજવર કરવા તથા ટે્રનોમાં ટ્રાવેલ કરવામાં વધુ ગીચતાનો અનુભવ થઈ શકે છે.
આ મુદ્દે પશ્ચિમ રેલવેના અધિકારીએ કહ્યું હતું કે આ બ્લોકના સમયગાળા દરમિયાન અંધેરી અને જોગેશ્વરી સ્ટેશને મહત્ત્વની કામગીરી કરવામાં આવશે. ભીડને નિયંત્રણ કરવા માટે વિશેષ પોલીસ ફોર્સને તહેનાત કરવામાં આવી છે, જેથી કોઈ અણબનાવ બને નહીં, એમ આરપીએફના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.
પશ્ચિમ રેલવેમાં ચર્ચગેટ-બોરીવલી સેક્શનમાં ગોરેગાંવ અને રામ મંદિર સ્ટેશનની વચ્ચે નવા ટે્રક, રેલવે લાઈન, સિગ્નલિંગ સહિત અન્ય એન્જિનયિંરગનું કામકાજ હાથ ધરવામાં આવી રહ્યું છે. આ બ્લોક અન્વયે અંધેરીમાં સિગ્નલ અને વાયરિગનું કામકાજ કરવામાં આવશે, જે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિગ સાથે સંકળાયેલ છે, જે કામકાજ પાર પાડવામાં આવ્યા પછી ટે્રનની ઓપરેશન સિસ્ટમ પણ સ્મૂથ બની શકે છે, જ્યારે સિગ્નલિંગ સિસ્ટમમાં પણ એલઈડી લાઈટ્સ લગાવવાને કારણે ટેક્નિકલ સમસ્યાનું નિર્માણ થવાનું ઘટી શકે છે, એમ અધિકારીએ દાવો કર્યો હતો.
શા માટે બ્લોક?
રેલવેમાં વધતા અકસ્માતોને કારણે સુરક્ષાના ભાગપે સમગ્ર સિસ્ટમનું પરીક્ષણ, ટેસ્ટિંગ તથા ફાસ્ટ યંત્રણા માટે ઈન્ટરલોકિગ સિસ્ટમથી સજ્જ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને બાલાસોરના મોટા અકસ્માત પછી અગમચેતીના ભાગપે આ કામગીરી હાથ ધરી છે. સાંતાક્રુઝમાં ડાયમંડ આકારનું રેલ ક્રોસિંગ સહિત અનેક ક્રોસઓવરને દૂર કરવામાં આવી રહ્યા છે, જ્યારે નવા ક્રોસઓવરને કારણે ટે્રનની મૂવમેન્ટ વધુ સરળ બનશે, એવું અધિકારીએ જણાવ્યું હતું. બ્લોકને કારણે રોજ સેંકડો રદ થવાને કારણે ટે્રનોમાં ગીચતા વધી છે, જેમાં પીક અવર્સમાં પ્રવાસીઓને સ્ટેશન પર પગ મૂકવાની જગ્યા હોતી નથી. નવરાત્રિ પછી હવે સ્કૂલ-કોલેજમાં જનારાની સંખ્યા વધી છે, તેથી ટે્રનોમાં ભયંકર ભીડ વધી છે. લોકલ ટે્રનના બદલે રોડ પરનો ટ્રાફિક વધ્યો છે, પણ લોકોને રસ્તા પર ટ્રાવેલ કરવામાં હાલાકી વધી છે. બીજી બાજુ ઓટોરિક્ષા, ટેક્સીમાં ટ્રાવેલ કરવાનું લોકોનું ચલણ વધ્યું છે, પરંતુ તેમાં કાળાબજારના ચાન્સ વધ્યા છે, તેથી પ્રવાસીઓને છેતરાઈ પણ રહ્યા છે, એમ પ્રવાસી સંગઠને જણાવ્યું હતું. ઉ