મનોરંજન

જોયો, આશ્રમની આ અભિનેત્રીનો બોલ્ડ અવતાર

મુંબઈઃ ઓટીટી અને હિન્દી ફિલ્મોમાં જોવા મળેલી અનુપ્રિયા હવે સોશિયલ મીડિયાનું ઘેલું લાગ્યું છે, જ્યારે તેના ફોટોગ્રાફ પણ જોરદાર વાઈરલ થઈ રહ્યા છે. અનુપ્રિયા ગોયેન્કાનું નામ હજુ પણ તમારા માટે અજાણ્યું હોય તો જણાવી દઈએ આશ્રમ થ્રી વેબસિરીઝથી જાણીતી બની હતી.

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા બોલ્ડ ફોટોગ્રાફે લોકોને તેના દિવાના બનાવી દીધા છે, જેમાં તેના ગ્લેમર અને સેક્સી લૂકની પણ પ્રતિતિ થઈ છે. અનુપ્રિયાએ ઈન્સ્ટાગ્રામ પર ક્રોપ ટોપ બ્રાલેટમાં ફોટો પોસ્ટ કર્યા છે, જેમાં મલ્ટિકલર બ્લેજર કેરી કર્યું છે. આ જ અવતારમાં અલગ અલગ પોઝ આપેલી તસવીરો જોરદાર વાઈરલ થઈ રહી છે.

એક દિવસ પહેલા પોસ્ટ કરેલા ફોટોગ્રાફ પર લોકો જોરદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જ્યારે તેના પર લાખો લોકોએ પણ લાઈક કરીને તેના દિવાના હોવાનું પુરવાર કર્યું છે. એક યૂઝરે તો લખી નાખ્યું સ્ટનિંગ એન્ડ કિલર સ્માઈલ, જ્યારે બીજાએ લખ્યું છે જોરદાર હોટ.

અનુપ્રિયાની વાત કરીએ તો એક્ટ્રેસે તેલુગુ ફિલ્મ પોટુગાણુથી પોતાની કારકિર્દીની શરુઆત કરી હતી. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો વિદ્યા બાલનની ફિલ્મ બોબી જાસૂસમાં અભિનય કરી ચૂકી છે. આ ઉપરાંત, ટાઈગર ઝિંદા હૈ, વોર, પદ્યાવત અને સર વગેરે ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

ફિલ્મો સિવાય ઓટીટી પ્લેટફોર્મની વાત કરીએ તો સેક્રેડ ગેમ્સ, ધ ફાઈનલ કોલ, અભય, ક્રિમિનલ જસ્ટિસ, અસુર, આશ્રમ, સુલ્તાન ઓફ દિલ્હી અને ક્રાઈમ નેક્સ્ટ ડોર વગેરેમાં પણ જોવા મળી છે, તેમાંય વળી સુલ્તાન ઓફ દિલ્હી તાજેતરમાં રિલીઝ થઈ છે.

સોશિયલ મીડિયાની વાત કરીએ તો અનુપ્રિયાને ઈન્સ્ટાગ્રામ વગેરે પ્લેટફોર્મનું પણ ગાંડુ વળગણ છે, જ્યાં હંમેશ પોતાની પર્સનલ બાબતોને અચૂક શેર કરે છે, જ્યારે ફેન એન્ડ ફોલોઅર્સની સંખ્યા 6 લાખથી વધુ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button