મનોરંજન

ટીવીની નાગિને રાતે સમુદ્ર કિનારા પર બેકલેસ આઉટફિટમાં કરાવ્યું એવું ફોટોશૂટ કે…

ટીવી સિરીયલમાં નાગિનનો રોલ કરીને ઘર-ઘરમાં લોકપ્રિય થઈ ગયેલી જાણીતી એક્ટ્રેસ મૌની રોય પોતાના ગ્લેમરસ લૂકથી ફેન્સને દિવાના બનાવતી જ હોય છે અને હાલમાં જ એક્ટ્રેસે સમુદ્ર કિનારે રાતના સમયે બેકલેસ ડ્રેસમાં ફોટોશૂટ કરાવીને ફેન્સના દિલની ધડકનો વધારી દીધી હતી. એક્ટ્રેસના આ ફોટોશૂટના ફોટો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યા છે.

મૌની રોય હંમેશા પોતાની સ્ટાઈલ અને ગ્લેમરને કારણે ચર્ચામાં રહેતી હોય છે, પરંતુ આ વખતે સમુદ્ર કિનારા પર રાતના સમયે મૌનીએ એવો મેજિક ક્રિયેટ કર્યો હતો કે ફેન્સની હાર્ટબીટ વધારી દીધી હતી. ફેન્સ તેના વખાણ કરતાં નથી થાકી રહી. મૌની રોય પોતાની ફિલ્મો સિવાય સ્ટાઈલને લઈને પણ ચર્ચામાં રહેતી હોય છે.

આ પણ વાંચો: ‘નાગિન’ પછી મૌની રોય હવે ‘ભૂતની’ બનીને કરશે ચમત્કાર

હાલમાં એક્ટ્રેસે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લેટેસ્ટ ફોટોશૂટના ફોટો શેર કર્યા હતા, બ્લ્યુ કલરના આઉટફિટમાં એક્ટ્રેસ ખૂબ જ સુંદર લાગી રહી હતી. મૌનીનો આ આઉટફિટ બેકલેસ છે અને તેણે સમુદ્ર કિનારે પોતાની સુંદરતાનો જાદુ ચલાવ્યો હતો. મૌનીએ શેર કરેલાં ફોટોમાં કે બીચ પર ઊભેલી જોવા મળી રહી છે. મૌનીની સાથે સાથે આસપાસનો નજારો પણ ખૂબ જ સુંદર લાગી રહ્યો હતો.

એક્ટ્રેસે પોતાના આ સુંદર આઉટફિટ સાથે સ્મોકી આઈ મેકઅપ કર્યો છે અને લિપને એકદમ ગ્લોસી રાખ્યા છે. ખુલ્લા વાળ સાથે તેણે પોતાનો લૂક કમ્પલિટ કર્યો છે. આ ફોટોશૂટ દરમિયાન મૌનીએ પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરવાની સાથે સાથે જ અલગ અલગ પોઝ પણ આપ્યા હતા. ફેન્સને એક્ટ્રેસનો આ અંદાજ ખૂબ જ પસંદ આવી રહ્યો છે.

આ પણ વાંચો: ટીવીની સંસ્કારી બહુએ ડાન્સિંગ સ્કીલ દેખાડતા શેર કર્યો એવો વીડિયો કે…

ફેન્સ લાઈક્સ અને કમેન્ટ કરીને ફેન્સ મૌની રોય પર પ્રેમ વરસાવી રહ્યા છે. ફેન્સ મૌનીની સુંદરતાના વખાણ કરતાં નથી થાકી રહ્યા. તમે પણ એક્ટ્રેસના આ વાઈરલ થઈ રહેલાં ફોટો ના જોયા હોય તો અત્યારે જ જોઈ લો…

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રોયની ફિલ્મ ધ ભૂતની થોડાક સમય પહેલાં જ રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં મૌનીની સાથે સંજય દત્ત પણ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button