ગુજરાતમાં રાત્રે 10 વાગ્યા સુધી આ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ…

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. રાજ્યમાં રાત્રે 10 વાગ્યા સુધી કેટલાક જિલ્લામાં વરસાદનું રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. નાઉકાસ્ટ મુજબ રાત્રે 10 વાગ્યા સુધીમાં દાહોદ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, પંચમહાલ અને રાજકોટ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
મંગળવારે ક્યાં છે વરસાદની આગાહી
24 જૂને ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
ક્યાં કેટલો પડ્યો વરસાદ
રાજ્યમાં સવારે 6 કલાકથી સાંજે 6 કલાક સુધી 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત શહેરમાં સૌથી વધુ 9.53 ઈંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં 7.36 ઈંચ, પલસાણામાં 6.3 ઈંચ, બારડોલીમાં 4.8 ઈંચ, ડોલવણમાં 4.29 ઈંચ, ઓલપાડમાં 4.21 ઈંચ વરસાદ પડ્યો હતો.આ સિવાય બોરસદમાં 3.62 ઈંચ, ચોર્યાસીમાં 3.54 ઈંચ, સુરતના માંગરોળમાં 3.15 ઈંચ, સુરતના માંડવીમાં 3.03 ઈંચ, ખંભાતમાં 2.87 ઈંચ, નવસારીમાં 2.72 ઈંચ, જેતપુર પાવીમાં 2.4 ઈંચ, વ્યારામાં 2.36 ઈંચ, વાડોલમાં 2.28 ઈંચ, જલાલપોરમાં 2.2 ઈંચ, વાંકાનેરમાં 2.09 ઈંચ, નડીયાદમાં 2.05 ઈંચ, સુરતના મહુવામાં 2.01 ઈંચ વરસાદ પડ્યો હતો. આ સિવાયના 116 તાલુકામાં 1.97 ઈંચથી લઈ 0.04 ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો. 93 તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હતો.