કેરળ બ્લાસ્ટને પગલે ગુજરાત પોલીસ હાઇ એલર્ટ પર..
કેરળના એર્નાકુલમમાં બ્લાસ્ટની ઘટના બાદ ગુજરાત પોલીસને એલર્ટ મોડ પર રહેવાની તાકીદ કરવામાં આવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી બે દિવસ માટે ગુજરાતમાં પધારવાના છે ત્યારે ગુજરાત એટીએસ, ક્રાઇમ બ્રાન્ચ, સહિત સ્થાનિક એજન્સીઓને સતર્ક રહેવા માટે સૂચના અપાઇ હતી. વિવિધ સુરક્ષા એજન્સીઓના ઇનપુટને આધારે પોલીસ કામગીરી કરી રહી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલા બનાસકાંઠામાં અંબાજીના દર્શને જશે ત્યારબાદ તેઓ મહેસાણાથી માંડીને કેવડિયા સુધી અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, આથી આ તમામ જિલ્લાઓની સ્થાનિક પોલીસને સતર્ક રહેવા માટે જાણ કરવામાં આવી હતી. અંબાજીમાં માતાજીના દર્શન કર્યા બાદ વડાપ્રધાન મોદી ખેરાલુ જવા રવાના થશે.
સુરક્ષાના કારણોસર ગુજરાત પોલીસે આજે રાજ્યની વિવિધ બોર્ડરો પર ચેકિંગ હાથ ધર્યું હતું તેમજ સ્થાનિક બજારો સહિતની ભીડવાળી જગ્યાઓ પર પણ કોઇ અનિચ્છનીય ઘટના ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.