મનોરંજન

પોતાના ઉત્તરાધિકારીને લઈને Amitabh Bachchanએ કરી પોસ્ટ, Abhishek Bachchan વાંચશે તો..

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) 83 વર્ષે પણ રિયલ અને રીલ લાઈફમાં એકદમ એક્ટિવ છે. તેમની એનર્જી તો આજકાલના જુવાનિયાઓને પણ શરમાવે એવો છે. અવારનવાર બિગ બી દીકરા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) માટે પોસ્ટ કરીને તેનો ઉત્સાહ વધારતા જોવા મળે છે. પરંતુ હાલમાં જ બિગ બીએ પોતાના ઉત્તરાધિકારીને લઈને એવી પોસ્ટ કરી છે કે જે વાંચીને તો અભિષેક બચ્ચન પણ ચોંકી ઉઠશે, આવો જોઈએ શું છે ખાસ બિગ બીની પોસ્ટમાં…

અમિતાભ બચ્ચને પોતાની પોસ્ટની શરૂઆત પિતા હરિવંશ રાય બચ્ચનની લાઈન્સથી કરી છે. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે મારા દીકરા હોવાથી મારા ઉત્તરાધિકારી નહીં બની શકાય, જે મારા ઉત્તરાધિકારી હશે એ મારા દીકરા હશે. તેમણે (અભિષેક બચ્ચને) ફિલ્મોમાં હંમેશા મુશ્કેલ રોલ કર્યા છે. તેમણે એક્ટિંગ કરવાની હિંમત કરી અને પોતાની ઓળખ બનાવી છે.

બિગ બીએ પોતાની પોસ્ટમાં જુનિયર બચ્ચનની આગામી ફિલ્મ કાલીધર લાપતાને સમર્થન આપ્યું હતું. 21મી જૂનના આ ફિલ્મનું ટ્રેલર રીલિઝ કરવામાં આવ્યું હતું. બિગ બીએ લખ્યું હતું કે મારી પ્રાર્થનાઓ છે અભિષેક સાથે. તમે અલગ અલગ ફિલ્મોમાં અલગ અલગ પ્રકારના રોલ કરજો અને સફળ થવું ખૂબ જ સારું છે. તમને ખૂબૂ જ પ્રેમ અને આશિર્વાદ.

અત્રે ઉલ્લેખનીય છે કે અભિષેક બચ્ચનની ફિલ્મ કાલીધરનું ટ્રેલર શનિવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં જુનિયર બચ્ચને મહત્ત્વનો રોલ કર્યો છે. આ ફિલ્મ એક ગુમ થયેલાં વ્યક્તિ કાલીધરની સ્ટોરી છે. ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે કે કાલીધરની શોધ કરાઈ રહી છે અને કાલીધર ખુશીની શોધમાં છે. ત્યાર બાદ તેમની મુલાકાત એક નાનકડા ફ્રેન્ડ સાથે થાય છે. ફિલ્મની સ્ટોરી એમની આસપાસ ફરે છે. આ ફિલ્મ ચોથી જુલાઈના રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મના જ પ્રમોશન માટે જુનિયર બચ્ચને એક પોસ્ટ કરી હતી જેમાં તેમણે ખોવાઈ જવાની વાત કરી હતી. ફેન્સે આ પોસ્ટને તેમના અને ઐશ્વર્યા રાય-બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના વિખવાદને સાંકળી લીધી હતી. પરંતુ બાદમાં બીજા દિવસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જુનિયર બચ્ચને પોતાની આગામી ફિલ્મની જાહેરાત કરી હતી.

આ પણ વાંચો -‏‏‎ લો બોલો! આ કારણે અભિષેક બચ્ચનને થવું હતું ગાયબ

ઐશ્વર્યા રાય-બચ્ચન અને અભિષેક બચ્ચન વચ્ચે છેલ્લાં કેટલાક સમયથી કંઈક ઠીક નથી ચાલી રહ્યું હોવાના અહેવાલો દર થોડા સમયે આવતા રહે છે. બંને જણ સાથે જાહેરમાં દેખાવવાનું ટાળે છે. ઐશ્વર્યા પણ દીકરી આરાધ્યા બચ્ચન સાથે છેલ્લાં કેટલાય મહિનાઓથી પોતાની માતાના ઘરે રહે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Darshana Visaria

મુંબઈ સિટી પેજ માટે રેલવે રિપોર્ટિંગ, પૂર્તિની વિવિધ સપ્લીમેન્ટના ઈન્ચાર્જ રહી ચૂક્યા છે. 15 વર્ષ કરતાં વધુના પત્રકારત્વના અનુભવ સહિત હાલમાં વેબસાઈટના એક્સક્લુઝિવ કન્ટેન્ટ રાઈટર તરીકે ફરજ બજાવી રહ્યા છે.
Back to top button