આપણું ગુજરાત

કડી અને વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાના પક્ષને કેટલા મત મળ્યા, જાણો?

કડી/વિસાવદરઃ ગુજરાત વિધાનસભાની કડી અને વિસાવદર પેટા ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા હતા. કડીમાં ભાડપના રાજેન્દ્ર ચાવડાનો વિજય થયો હતો. તેમણે કોંગ્રેસના રમેશ ચાવડાને 39,452 મતથી હાર આપી હતી. કડી સીટ પર ભાજપના ઉમેદવાદ રાજેન્દ્રકુમાર ચાવડાને 99,742 મત, કોંગ્રેસના રમેશભાઈ ચાવડાને 60,290 મત મળ્યા હતા.

ત્રીજા ક્રમે રહેલી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જગદીશ ચાવડાને 3090 મત મળ્યા હતા. કડી બેઠક પર શંકરસિંહ વાઘેલાની પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી ચોથા ક્રમે રહી હતી. અહીં તેમના ઉમેદવાર ડો. ગિરિશભાઈ કાપડીયાને માત્ર 1335 મત મળ્યા હતા. જ્યારે નોટાને પણ શંકરસિંહની પાર્ટી કરતાં વધારે મત મળ્યા હતા. કડીમાં 1701 ઉમેદવારોએ નોટાનું બટન દબાવ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ વિસાવદરમાં લંબાયો ‘ભાજપનો વનવાસ’, ‘આપ’ની જીત અને ભાજપની હારના આ રહ્યા કારણો…

વિસાવદર બેઠક આમ આદમી પાર્ટીએ જાળવી રાખી હતી. અહીં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી હરાવ્યા હતા. આપના ગોપાલ ઈટાલિયાને 75942 મત મળ્યા હતા, જ્યારે ભાજપના કિરીટ પટેલને 58288 મત મળ્યા હતા. ત્રીજા ક્રમે રહેતા કોંગ્રેસના નીતિન રાણપરીયાને 5501 મત મળ્યા હતા. વિસાવદરમાં શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર આઠમા ક્રમે રહ્યા હતા. પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર કિશોરભાઈ કાનકડને 479 મત મળ્યા હતા. જ્યારે નોટાને પણ અહીં તેનાથી વધારે મત મળ્યા હતા. વિસાવદરમાં 1716 લોકોએ નોટાને મત આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mayur Kumar

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.
Back to top button