ઈરાન દુનિયાને કરી નાખશે હેરાન પરેશાનઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો

તહેરાન: ઈરાન પર અમેરિકાના પરમાણુ હુમલાથી આક્રોશમાં આવેલા ઇરાને ઈઝરાયેલ પર જવાબી હુમલા કરવા સાથે મોટો નિર્ણય પણ લીધો છે. જેની સીધી કે આડકતરી અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી શકે છે. અમેરિકાના હુમલાના જવાબમાં ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્ય મીડિયા અનુસાર ઈરાની સંસદે મુખ્ય સ્ટ્રેટ બંધ કરવાની મંજૂરી આપી છે અને હવે ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલની મંજૂરીની રાહ જોઈ રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ એક મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ છે જે વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઇલ અને ગેસ પરિવહનનું સંચાલન કરે છે.
અમેરિકાએ ઓપરેશન મિડ નાઈટ હેમર હાથ ધર્યું હતું
હવે અમેરિકા પણ રવિવારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કૂદી પડ્યું છે અને તેના B2 બોમ્બર વિમાનો દ્વારા ત્રણ ઈરાની પરમાણુ સ્થળો – ફોર્ડો, નતાન્ઝ અને ઈસ્ફહાનને નિશાન બનાવીને ‘ઓપરેશન મિડનાઈટ હેમર’ હાથ ધર્યું છે. અમેરિકાના હુમલા બાદ ઈરાને કહ્યું હતું કે અમેરિકાના હુમલા બાદ પોતાનો બચાવ કરવા માટે તેણે બધા વિકલ્પો અનામત રાખ્યા છે.
ખામેનીએ ઈઝરાયલને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી
ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ રવિવારે ઈરાનમાં ત્રણ પરમાણુ સ્થાપનો પર અમેરિકા દ્વારા હુમલો કરવામાં આવ્યા બાદ વધતા તણાવ વચ્ચે ઈરાનને સજા આપવાની પ્રતિજ્ઞા લીધી. ટ્વિટર પર ઈરાની નેતાના સત્તાવાર હેન્ડલે તેલ અવીવ સામે હુમલાઓ વધુ તીવ્ર બનાવવાની પ્રતિજ્ઞા લીધી છે.પરંતુ યુએસ હુમલાનો કોઈ ઉલ્લેખ કર્યો નહીં.
આ પણ વાંચો…મિડલ ઇસ્ટમાં તણાવ વધતા હોર્મુઝની ખાડી બંધ થવાના એંધાણ, તો ભારત પર શું અસર થશે?