જ્યારે એમપી અને મેઘાલય પોલીસ સોનમને શોધતી હતી ત્યારે આ માણસે તેને રહેવા આપ્યો હતો ફ્લેટ

ઈન્દોરઃ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં 11મી મેના રોજ એક શ્રીમંત પરિવારના દીકરાના લગ્ન થયા અને ત્યારબાદ દીકરો અને વહુ 21મી મેના રોજ હનીમૂન માટે ગયા, પણ પછી ગાયબ થઈ ગયા અને 23 મેના રોજ પરિવારને પોતાના દીકરા રાજા રઘુવંશીના મોતના સમાચાર મળ્યા, પણ વહુ સોનમનો કોઈ અત્તોપત્તો ન હતો. બન્ને પરિવાર સહિત સૌ કોઈ જ્યારે સોનમની ચિંતા કરતા હતા અને સમગ્ર દેશમાં કુતુહલ હતું ત્યારે સિલોમ જેમ્સ નામના એક એસ્ટેટ બ્રોકરને ખબર હતી કે સોનમ ક્યાં છે. પોલીસે આ બ્રોકરની ધરપકડ કરી છે.
બન્ને રાજ્યની પોલીસ જ્યારે સોનમને શોધી રહી હતી ત્યારે સોનમ પોતાના જ શહેર ઈન્દોરમાં હતી. અહીં તે 25થી 27 જૂન સુધી રહી. આ ફલેટ ઈન્દોરના દેવાસ નાકા પાસે છે. અહીં બ્રોકરે તેને વિશાલના કહેવાથી રાખી હોવાનું બહાર આવ્યું છે. વિશાલ પણ આ હત્યાનો એક આરોપી છે.
શિલોંગ પોલીસે સિલોમની ધરપકડ કરી છે અને સોનમ જે ફ્લેટ પર રહેતી હતી તેની તલાશી પણ લીધી છે.
સોનમે અહીં આવ્યા બાદ પોતાનું સીમ કાર્ડ અને આઈડેન્ટીટી નષ્ટ કરી દીધા હતા. આ ફ્લેટમાંથી માત્ર એકાદ બે વાસણ અને કપડા મળ્યા હતા જ્યારે અન્ય કોઈ પુરાવા ન મળતા પોલીસે બ્રોકરને સકંજામાં લીધો છે. બ્રોકરે પુરાવા નષ્ટ કરવામાં પણ સોનમને મદદ કરી હોવાનું માનવામા આવે છે. અત્યાર સુધીમાં રાજા રઘુવંશી હત્યાના કેસમાં છ જણની ધરપકડ પોલીસે કરી છે. પોલીસે સોનમના પિતાની ફેક્ટરી ઘરની પણ તલાશી લીધી હતી અને સોનમના ભાઈ ગોવિંદને પણ લાંબી પૂછપરછ કરી હતી.
આ પણ વાંચો - રાજ કુશાવાહએ ફિલ્મોમાં કામ કરવા જેવું છેઃ હત્યારો હોવાની ભનક પણ ન પડવા દીધી
ગઈકાલે કોર્ટે સોનમ ને રાજને 13 દિવસની જ્યુડિસિયલ કસ્ટડીમાં મૂક્યા છે.